તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગની ઘટના:પાલનપુરમાં આવેલા નેશનલ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં લાગી આગ, દવાનો જથ્થો બળીને ખાખ

પાલનપુર13 દિવસ પહેલા
 • ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે
 • શોર્ટ-સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

પાલનપુરના અમીરરોડ પર આવેલા નેશનલ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ શોર્ટ-સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે. જોકે આ અંગે થયેલા નુકસાનનો કોઇ ચોક્કસ આંકડો હજુ જાણવા મળ્યો નથી.

અચાનક આગ લાગતાં ફરાતફરીનો માહોલ
રાજ્યમાં અવાર નવાર આગ લાગવાના બનાવો સામે આવે છે. જ્યારે આજે પાલનપુરના અમીરરોડ પર આવેલા નેશનલ મેડિકલ એજન્સીના ગોડાઉનામાં આગ લાગી હતી. અમીરરોડ આવેલ બેંક ઓફ બરોડાની ઉપર નેશનલ મેડિકલ એજન્સીનું ગોડાઉન આવેલું છે. જેમાં અચાનક આગ લાગતાં ફરાતફરી મચી ગઇ હતી.
​​​​​​
મોટા પાયે દવાઓનો જથ્થો બળીને ખાખ
ઘટનાની જાણ થતાં ફાયરની વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ આગમાં કોઈ જ જાનહાની થઈ નથી, પરંતુ મોટા પાયે દવાઓનો જથ્થો બળીને ખાક થઈ છે. જ્યારે શોર્ટ-સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો