તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસા શહેરના ચોરૈયા બજારમાં રવિવારે સવારે શોર્ટસર્કિટના કારણે પૂજાપાની દુકાનમાં ભીષણ આગ લાગતા માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટરની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી
ડીસા શહેરના સિંધીમાર્કેટ સામે આવેલ ચોરૈયા બજારની ગલીમાં ગાંધી મોહનલાલ ઉજમભાઇની વર્ષો જુની પૂજા-પાઠ અને કરિયાણાની છુટક અને હોલસેલની દુકાન આવેલી છે. જેમાં રવિવારે સવારે કોઇ અગમ્ય કારણોસર શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. રવિવાર હોવાથી દુકાન બંધ હતી પરંતુ અંદરથી અચાનક જ ધુમાડાના ગોટેગોટા નીકળતાં લોકો એકત્ર થઇ ગયા હતાં. આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 50 ફુટથી વધુ લંબાઈ ધરાવતી દુકાનમાં આગ આરપાર ફેલાઈ હતી. આગની જાણ થતાં જ પોલીસ અને ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આગને કારણે દુકાનમાં પડેલ પુજાપાઠ અને કરીયાણાનો માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગને કાબુમાં લેવા માટે ડીસા પાલિકાના ત્રણ ફાયર ફાયટર કામે લગાડવામાં આવ્યાં હતા.જો કે, ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ અંગે દુકાન માલિક મહેશકુમાર દિનેશચંદ્ર હેરૂવાલાએ જણાવ્યું હતું કે, દુકાનમાં માલસામાન ભરેલો હતો. જે આગને કારણે તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો છે.’ આગની ઘટનાને જોતા વિકરાળ હતી પરંતુ કેટલાક સ્થાનિક રહીશો, યુવાનો અને મહિલાઓ દુકાનમાંથી બચેલો માલસામાન બહાર લાવવા કામે લાગ્યા હતા. નગરપાલિકા સદસ્ય ગીરીશભાઇ ભરતીયા અને શહેર યુવા ભાજપ પ્રમુખ રમેશ રાઠોડ અને હોમગાર્ડ જવાન કિરીટ શ્રીમાળી પણ મદદરૂપ બન્યાં હતાં.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.