વડગામ તાલુકાના જળોત્રા નજીક આવેલું કરમાવાદ તળાવ ભરવાની માંગ ઉગ્ર બની છે. પાલનપુર તેમજ વડગામ તાલુકાના ગામડાઓમાં ખેડૂતો જાગૃત બની રહ્યા છે. તળાવની માટી ભરેલા કળશની પૂજા કરી ખેડૂતો પાણીની લડત માટે સંકલ્પ કરી રહ્યા છે. અલગ-અલગ ગામોમાં ખેડૂતો-મહિલાઓ ઢોલ નગારા સાથે રેલી યોજી રહ્યા છે. તળાવમાંથી કળશ ભરી લાવેલી માટીનું પૂજન કરી ખેડૂતો સંકલ્પ કરી રહ્યા છે.
છેલ્લા 25 વર્ષથી કરમાવદ તળાવ ભરવાની માંગ થઈ રહી છે. પરંતુ હજુ સુધી તળાવમાં પાણી ભરવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે હવે ખેડૂતો આંદોલનની રાહ અપનાવી રહ્યા છે. બે દિવસ પહેલા કરમાવાદ તળાવ ભરવા માટે 125 ગામડાઓમાંથી 1 હજાર ખેડૂતોએ સભા યોજી તળાવમાં પહોંચી ભૂમિ પૂજન કર્યું હતું. તેમજ કળશમાં માટી ભરી દરેક ગામડાઓમાં લઇ જવામાં આવી છે.
ત્યારે હવે ગામડાઓમાં આ માટી ભરેલા કળશની પૂજા કરી ખેડૂતો પાણી માટે સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે વડગામના મેમદપુર, છનિયાણા, મેરવાડા ગામે ખેડૂતો અને મહિલાઓ રેલી સ્વરૂપે થયા એકઠા થયા હતા. ખેડૂતો-મહિલાઓ ઢોલ-નગારા સાથે ગામોમાં તળાવમાંથી કળશ ભરી લાવેલી માટીનું પૂજન કરી પાણી માટેની લડતમાં સહયોગ માટેનાં સંકલ્પ લઇ રહ્યા છે. જ્યાં સુધી તળાવમાં પાણી નહિ ભરાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે, તળાવમાં પાણી ભરાય તો 125 જેટલા ગામડાઓને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.