તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેડીકલ સ્ટોર્સ અને લાયસન્સ ભાડે આપતા ફાર્માસિસ્ટ ઉપર તવાઈ

પાલનપુર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 39 મેડીકલ સ્ટોર્સ માંથી 27 મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા વેચતા પકડાયા હતા

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 6 મહિનામાં જુદા જુદા દિવસોએ તપાસ કરતા 39 મેડીકલ સ્ટોર્સમાંથી 27 મેડીકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરતાં જોવા મળ્યા હતા જયારે 13 જેટલા ફાર્માસિસ્ટ લાયસન્સ મેડીકલ સ્ટોર્સને ભાડે આપી અન્યત્ર નોકરી કરતા હતા જેથી નિયમોનો ભંગ કરનાર મેડીકલ સાતથી પંદર દિવસ બંધ રાખવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મનોજ ગઢવી એ આદેશ આપ્યો હતો તેમજ લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટોના નામ રજીસ્ટ્રેશન રદ કરવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમા મોકલી આપવામાં આવ્યા હતા.

જેમાં ભારત મેડીકલ સ્ટોર ધાનેરા, જયદીપ મેડિકલ સ્ટોર્સ મોટી ડુગડોલ, ક્રિષ્ના કેમિસ્ટ ધાનેરા, શ્રી રામદેવ મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ધાનેરા, રાનુ મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ધાનેરા, એકતા મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર, શ્રી સાઈ મેડીકલ સ્ટોર દાંતીવાડા, વિનાયક મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ થરા, શ્રી બાલાજી મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ઈકબાલગઢ, શીફા મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર નાગેલ, ક્રિષ્ના મેડીકલ સ્ટોર્સ હડાદ, અંબર મેડિકલ સ્ટોર્સ દાંતા, શ્રીનાથ મેડીકલ સ્ટોર્સ લવાણા, ગુરુકૃપા મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર થરાદ,કુળદેવી મેડીકલ સ્ટોર થરાદ, નીલમ મેડીકલ સ્ટોર થરાદ, કિરણ મેડીકલ સ્ટોર વાવ,હાસ્યા મેડીકલ સ્ટોર પાલનપુર, આઈ શ્રી આશાપુરા મેડીકલ સ્ટોર ડીસા, ભૂમિ મેડીકલ સ્ટોર ડીસા, જય શ્રી કરણી મેડીકલ સ્ટોર્સ નેનાવા, હરિઓમ કેમીસ્ટ લાખણી, હયા ફાર્મસી ડીસા, પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર ડીસા, શ્રી આઇ ક્રુપા મેડિસિન્સ ડીસા, યોગેશ્વર મેડીકલ સ્ટોર જેરડા, રણુજાવાળા મેડીકલ સ્ટોર પાલનપુર, ક્રિષ્ના મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ભાટવર, શ્રી જલારામ મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર સણવાલ, શ્રી પટેલ મેડીકલ સ્ટોર પીલુડા, દીપક મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર થરાદ, ન્યુ અમન મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ છાપી, ખેરુનાથ મેડીકલ સ્ટોર છાપી, પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર છાપી, ફેથ મેડિકલ સ્ટોર્સ છાપી, અલશીફા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર છાપી,રોયલ મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર છાપી, ફેડરલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર છાપી, સુપર મેડીકલ સ્ટોર છાપીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો