તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભાભરમાં ભંગાણ થવાની બીકથી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોને અંડર ગ્રાઉન્ડ કર્યા

પાલનપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં નવો વળાંક
 • ઉમેદવારો અંડર ગ્રાઉન્ડ કરવાની વાત કોંગ્રેસ આગેવાનોએ સ્વીકારી

બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નવો વળાંક આવ્યો છે. ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના પ્રક્રિયા પહેલાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ રવાના કરી દેવાયા છે. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ જાય, તેવી શક્યતા જણાતા કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ રવાના કર્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અંડર ગ્રાઉન્ડ કરતાં આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ વાત કોંગ્રેસના આગેવાનોએ પણ સ્વીકારી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, ભાજપની તોડફોડની નીતિના કારણે અમે કેટલાક સભ્યોને એક-બે દિવસ પૂરતાં આધા પાછા કર્યાં છે.

મહિલા ઉમેદવારના પતિનું નિવેદન
વોર્ડ નંબર ચારના કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલાબેન ઠક્કરના પતિ સુરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વાત ભાજપ વાળા ફેલાવે છે બાકી અમારા ચોવીસે ચોવીસ ઉમેદવાર જાહેરમાં જ છે. ભાજપની તોડફોડની નીતિના કારણે કેયલાક ઉમેદવારને એક-બે દિવસ પૂરતા અંદર રાખ્યા છે. બાકીના ઉમેદવારો જાહેરમાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે, 16 ફેબ્રુઆરીએ અમે બધા જાહેરમાં આવવાના છીએ અને ડોર ટુ ડોર પ્રચાર પણ કરવા છીએ. બાકી ભાજપને પોતાને ઉમેદવાર મળ્યા નથી અને મળ્યા છે, તે પણ અસામજિક તત્વો અને ગુંડાગીરી કરતા હોય એવા છે. જ્યારે બીજા બહાર (અમદાવાદ) રહેતાં હોય તેવા ઉમેદાવારો છે. જે હારીને કે જીતીને પાછા અમદાવાદ ભેગા થવાના છે ભાભરમાં રહેવાના નથી.

સુરેશ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, અમે ભાભરની પ્રજાને પ્રેમ પૂર્વક અપિલ કરીએ છીએ કે તમે સ્થાનિક ઉમેદવારને પસંદ કરજો. ભાભરના ઘણા પ્રશ્નોને ભાજપના લોકોએ ગૂંચવી નાખ્યા છે અને ના કરવાના કામો કરીને ભ્રષ્ટાચાર આચાર્યો છે. ભાજપને ડર લાગે છે કે અમે હારી જઇશું એટલે આવો ખોટો પ્રચાર કરે છે. બાકી અમારો એક પણ ઉમેદવાર મેદાન છોડીને ક્યાંય ગયો નથી. ભાજપની રણનીતિ છે એટલે અમે બે-ચાર ઉમેદવારને સલામત જગ્યાએ રાખ્યા છે બાકી અમારો ચોવીસમાંથી એકપણ ઉમેદવાર ખરીદાશે નહીં.

બે મોઢે બોલ્યા સુરેશ ઠક્કર
સુરેશ ઠક્કર એક બાજુ એવું કહી રહ્યાં છે કે, કોંગ્રેસના બધા ઉમેદવાર હાજર છે, જ્યારે બીજી બાજુ એમ પણ બોલે છે કે, ભાજપની તોડફોડ રણનિતીના કારણે અમે અમારા બે-ચાર ઉમેદવારોને સલામત સ્થળે રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો