તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છાપી હાઇવેેને 3 ફૂટ ઊંચો કરાતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની દહેશત

છાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને વેપારીઓને પડતી હાલાકી દૂર કરવા માંગ

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર ચોમાસા દરમિયાન છાપી તેમજ પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર વર્ષોથી વહિવટી તંત્રના યોગ્ય આયોજનના અભાવે વ્યાપકપણે પાણી ભરાવવાના કારણે વહેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જેથી આ કાયમી સમસ્યાને હલ કરવા માંગ ઉઠવા પામી છે.

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર વહીવટી તંત્રના યોગ્ય આયોજનના અભાવે દર ચોમાસાની સિઝનમાં છાપી તેમજ પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર મોટી માત્રામાં પાણી ભરાવવાના કારણે વેપારીઓની દુકાનોમાં પાણી ભરાવવાના કારણે મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવે છે.

દરમિયાન છાપીથી પસાર થતાં અને હાલમાં ચાલતા હાઇવેના સિક્સલેનની કામગીરી દરમિયાન હાઇવેને ત્રણ ફૂટ જેટલો ઊંચો કરાતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાય તેવી દહેશત ઉભી થવા પામી છે. ત્યારે વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં નઘરોળ વહીવટી તંત્રના બહેરા કાને લોકોની રજૂઆતો સંભળાતી ન હોવાનો સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને વેપારીઓને પડતી હાલાકી દૂર કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...