તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાલનપુરના સાસમથી સલ્લા જતાં રોડ પર ગટરનું ગંદુ પાણી ભરાતાં રોગચાળાની ભિતી

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના સાસમ ગામથી સલ્લા તરફ જતા માર્ગમાં ગંદુ પાણી રોડ પર રેલાતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઇ રહી છે.આ અંગે ગામના રહિશોએ જણાવ્યું કે, માર્ગ વચ્ચે ગંદુ પાણી ભરાઇ રહેતું હોવાથી રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.તેમજ ગંદા પાણીની બદબૂથી ત્રાહિમામ્ પોકારી જવાય છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં પણ રજુઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વર્તાઈ રહી છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇ સત્વરે પગલાં ભરવામાં આવે તેવી સાસમ ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...