સમસ્યા:પાલનપુર ડોકટર હાઉસમાં વરસાદી પાણી ભરાતાં રોગચાળાની દહેશત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં આવેલા વરસાદને લઈ ડોકટર હાઉસમાં પાણી ભરાયા હતા.જે હજુ એજ સ્થિતિમાં હોવાથી ડેન્ગ્યૂ અને મેલેરિયાની બીમારી વધવાની શકયતા સેવાઇ રહી છે. પાલનપુરમાં આવેલ ડોકટર હાઉસમાં મોટા ભાગના હોસ્પિટલો આવેલી છે.

જ્યાં પાલનપુર સહિત રાજસ્થાનના દર્દીઓ સારવાર કરાવવા આવતા હોય છે જ્યાં આટલા વિશાળ ડોકટર હાઉસમાં ઠેર ઠેર ગંદકી તેમજ અગાઉ પડેલા વરસાદી પાણી નો કોઈ નિકાલ કરાવતું નથી જેને લઈ ત્યાં આવેલ દર્દીઓ બીમારી દૂર કરવાની જગ્યાએ બીમાર પડે તેવી સમસ્યા સર્જાઈ છે જેને લઈ હાલમાં ચાલી રહેલા વાયરલ ફીવરમાં અનેક લોકો ડેન્ગ્યૂ અને મેલેરિયાના રોગી બની જશે.તો તાત્કાલિક આ સમસ્યા નો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...