તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને ડર:વાસણ (ધા) ગામમાં વાવાઝોડાથી નમી ગયેલા વીજથાંભલાથી દુર્ઘટનાની ભીતિ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતર વિસ્તારમાં વીજવાયરો ઢીલા થઇ જતાં તણખાં પડવાથી ખેતીના પાક બળી જવાની ખેડૂતોને ડર

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે વાવાઝોડાથી ખેતરમાં નમી ગયેલા વીજ થાંભલાથી દુર્ધટનાની ભિતી સેવાઇ રહી છે. વીજવાયરો ઢીલા થઇ ગયા હોવાથી શોર્ટ સર્કિટથી તણખાં પડે તો ખેતીનો પાક પણ બળી જાય તેવી દહેશત રહેલી છે. ત્યારે વિજકંપની દ્વારા સત્વરે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વાસણ (ધા) ગામે હઇણના નામેથી ઓળખાતા વિસ્તારમાં વાવાઝોડાથી એક ખેતરમાં વીજ થાંભલો નમી ગયો છે. જેને લોખંડના તાંણીયાથી ટેકો અપાયો છે. જોકે, થાંભલો પડવાને વાંકે ઉભો છે. ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. બે થાંભલા વચ્ચેના વાયર ઢીલા થઇ ગયા હોઇ શોર્ટસર્કિટથી તણખાં પડે તો પાક બળી જવાની ભિતી છે.

અન્ય સમાચારો પણ છે...