ધમકી આપતાં ફરિયાદ:વાવમાં વ્યાજે લીધેલા દસ લાખની ઉઘરાણી મુદ્દે પિતા- પુત્રએ આધેડનું અપહરણ કર્યું

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધેડે પિતા-પુત્ર અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો

વાવના ગંભીરપુરા ગામના આધેડએ વ્યાજે રૂ.10 લાખ લીધા હતા. જેની ઉઘરાણી કરવા આવેલ પિતા-પુત્રએ અપહરણ કરી ટૂકડા કરી કેનાલમાં નાખી દેવાની ધમકી આપી હતી. તેમજ દીકરીને ઉપાડીને લઈ જઈશું અને મારી નાખીશું તેવી ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ હતી.

ગંભીરપુરાના ભુરાભાઈ વાઘાભાઈ માળી શનિવારે રાત્રે સાત વાગ્યાના સુમારે ડેરીમાં દૂધ ભરાવવા આવ્યા હતા. ત્યારબાદ પરત ખેતરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં ચુવા-ઢુંવા ત્રણ રસ્તા પાસે પરબમાં પાણી ભરતા હતા. દરમિયાન આઠ વાગ્યાના સુમારે વાવના સેધાભાઈ માળી અને તેમનો દીકરો જીગરભાઈ માળી તમને દસ લાખ વ્યાજે આપ્યા હતા તે મને આજે આપી દે એવું કહેતા ભુરાભાઈ માળીએ કહ્યું મારી પાસે હાલ પૈસા નથી આથી બન્ને જણે ભુરાભાઈને કારમાં નાખી નીકળી ગયા હતા.

તેમના ઘરે લઈ જઈ એક ઓરડીમાં પુરી દીધા અને કહેલ કે તું જ્યાં સુધી અમને પૈસા નહીં આપે ત્યાં સુધી હું તને છોડવાનો નથી. અને ભૂરાભાઇને રાજસ્થાન બાજુ લઇ ગયા અને ગળાના ભાગે છરો ભરાવી કહેવા લાગ્યા કે મેં વ્યાજે આપેલ હતા તે પૈસા આજે મને આપી દે નહીંતર તારા ટુકડા કરી કેનાલમાં નાખી દઇશું તેવી ધમકી આપી ભુરાભાઇને છોડી દીધા હતા. ત્યારે ભુરાભાઈ વાઘાભાઈ માળીએ વાવ પોલીસ મથકે સેધાભાઈ કનાભાઈ માળી અને જીગરભાઈ સેધાભાઈ માળી અને એક અજાણ્યા શખસ (રહે.વાવ-ઢીમા રોડ, પંપની બાજુમાં) સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...