તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી આપી તસ્કરી:પાલનપુરમાં પિતા-પ્રેમિકાના ફોટા વાયરલ કરવાનું કહી પુત્રી પાસેથી દાગીના-રોકડ લઇ ફરાર

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલનપુર પશ્વિમ પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવી

પાલનપુરમાં પિતા અને તેમની પ્રેમિકાના ફોટા વાયરલ કરવાની પુત્રીને ધમકી આપી એક અજાણ્યો શખ્સ ઘરમાંથી રોકડ રકમ તેમજ દાગીના લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલનપુર હાઇવે નજીક આવેલી એસ.બી.આઇ સોસાયટીમાં રહેતા મનોજકુમાર ચીમનલાલ પટેલ (ઉ.વ. 41) ગઢ ખાતે મેડિકલ સ્ટોર ધરાવે છે. જેમને સંતાનમાં 18 વર્ષની દીકરી અને 15 વર્ષનો દિકરો છે.

દરમિયાન મનોજભાઇને આઠેક વર્ષ અગાઉથી અમદાવાદની રબારી કોલોની વિસ્તારમાં રહેતી ભાવનિકાબેન નરેશભાઇ પંચાલ સાથે પ્રેમ સંબંધ છે. જેણાં ફોન ઉપર ફેબ્રુઆરીમાં અજાણ્યા શખ્સે મનોજભાઇ અને ભાવનિકાબેનના ફોટા મોકલ્યા હતા. જે નંબર ઉપર તપાસ કરતાં આ ફોટા કોઇ જયેશે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતુ અને તેને કહેતા ફોટા ડિલીટ કરવાનું કહ્યુ હતંુ. દરમિયાન 9 મે 2021ના રોજ તેમની દીકરી ઘરે એકલી હતી.

ત્યારે અજાણ્યો શખ્સ આવી તારા પિતા અને યુવતીના ફોટા વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી રૂ. 20,000ની અઢી તોલાની સોનાની ચેઇન, રૂપ.5000ની બુટ્ટી, રૂ.5000નું પેન્ડલ, 3000 રોકડા લઇને ફરાર થઇ ગયો હતો. આથી મનોજભાઇએ તેમની પ્રેમિકા ઉપર ફોટા મોકલેલા તે ફોન ઉપર વાત કરતાં અમદાવાદથી મેહુલ પટેલ બોલું છુ. અને તમારા દાગીના જયેશ લઇ ગયો છે. તે હું થોડા દિવસમાં પરત આપી જઇશ. તેવા વાયદા કરી દાગીના પરત ન આપતાં આખરે મનોજભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.