તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:થરાદના ભારતમાલા પ્રોજેક્ટ સિક્સ લાઈનને લઇ ખેડૂતોનો વિરોધ, નાયબ કલેક્ટરને રજૂઆત કરાઇ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની મહામૂલી જમીન કપાઈ હોવા છતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતા રોષ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન સંપાદન થઇ છે. જે ખેડૂતોની જમીન ગઈ છે તે ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મોઘા ભાવની જમીન સરકારે સસ્તામાં લઈ ખેડૂતોને ખેતી તેમજ પશુપાલન વિનાના બનાવ્યા છે. સરકાર યોગ્ય વળતર આપી ખેડૂતોના ખેતી અને પશુપાલનના વ્યવસાયને બચાવે.

સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે
જમીન સંપાદનના વધુ વળતર માટે આજે ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જયાં ખેડૂતોના પ્રતિનિધિઓની માંગણી હતી કે સરકારે જંત્રીના ભાવથી દસ ગણું વળતર આપે. જે વિસ્તારમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થયો છે ત્યાં ગેરકાયદેસર થતાં તળાવના ખનન બંધ થાય. તેમ જ સ્થાનિક લોકોને આ કામગીરી દરમિયાન રોજગારી આપવામાં આવે તેવી માગણી સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત હતી કે આજુબાજુના ગામના તળાવની માટી મોટાપાયે સુધી રોડના કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેમાં સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

પાંચ કરોડ રૂપિયા બજાર કિંમત ભાવ ચાલે છે
અમરત ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ચારે ભાઈઓના ઘર આવેલા છે. તેની સામેથી ભારતમાલા પ્રોજેકટ નીકળ્યો છે. અત્યારે અમારે રહેવું એટલું મુશ્કેલ થઈ ગયું છે. સરકાર મોંઘભાવની જમીનો સસ્તમાં લઈ લીધી છે. બજાર કિંમત પાંચ કરોડ રૂપિયા ભાવ ચાલે છે. અમારી બીજી જમીન લેવી હોય તો લઈ શકીએ તેમ નથી. રહેવા માટે પણ જગ્યા નથી. સરકારને વિચારવું જોઈએ કે અમને પૂરું વળતર આપે. થરાદ સિટીને અડીને આવેલી જમીન કરોડો રૂપિયાની છે. જમીનો આ લોકોએ એકદમ સસ્તા ભાવથી લઈ લીધી છે.

ગ્રામ્ય વિસ્તારનું ચાર ઘણું વળતર આપવામાં આવે છે
થરાદ નાયબ કલેક્ટર વી.સી બોડાણાએ જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે. જે દસ ઘણા ભાવ મળવા જોઈએ એમની એ પ્રકારની માંગણી છે. પરંતુ સરકારની ધારાધોરણ મુજબ એમની જે ગ્રામ્ય વિસ્તારનું ચાર ઘણું વળતર આપવામાં આવે છે. એમુજબ ના આપણે ભાવ ગણીને ખેડૂતોને ચૂકવાણા કરેલા છે. બીજો મુદ્દો છે એમની જે તળાવની માટી ખોદકામ થતું હોય એવું એમને જણાવ્યું છે. પરંતુ એના વિશે જે કઈ ફરિયાદો છે એમની યોગ્ય તાપસ થશે. રોયલ્ટી ભરીનેજ ખોદકામ થાય છે. એ માટે તેમને સૂચના પણ આપવમાં આવી છે. રોયલ્ટી વગર કોઈ જગ્યાએ એમને માટીનું પુરાણ કર્યું હશે અથવા તો માટીનો ઉપયોગ કર્યો હશે તો કંપનીને પણ દંડ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...