તંત્ર મસ્ત ખેડુતો ત્રસ્ત:સુજલામ સુફલામની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ ઢોલ વગાડીને આવેદન પાઠવ્યું

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે પાંચ તાલુકાના ખેડૂતોએ લાખણી મામલતદાર કચેરી ખાતે વાગતા ઢોલે આવેદનપત્ર આપી પાણી માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

નર્મદાની મુખ્ય કેનાલમાંથી કાંકરેજના ચાંગા પંપીંગ સ્ટેશન પરથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે છે જે પાણી આધારિત કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાના ખેડૂતો સિંચાઇ માટે પાણીનો ઉપયોગ કરી કરી ખેતી અને પશુપાલન વ્યવસાય કરે છે. શિયાળુ સીઝનની શરૂઆતમાં સુજલામ સુફલામ્ કાચી કેનાલમાં ત્રણ પંપીંગ પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ દિયોદર, લાખણી અને થરાદના તાલુકાના ખેડૂતો સુધી પાણી પહોચતું નહિ હોવાથી છેવાડાના ખેડૂતો ખેતી અને પશુપાલન માટે વલખાં મારી રહ્યા છે જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીએ વાગતા ઢોલે નારા બોલાવી આવેદનપત્ર આપ્યુ હતું અને પાણી છોડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં મામલતદાર દ્વારા ચોથા નંબરનો પંપ ચાલુ કરાવ્યો હતો અને પાંચમા પંપને ચાલુ કરવાની ખાત્રી આપતા ખેડૂતોએ ધરણાં સંકેલી લીધી હતા.

અન્ય સમાચારો પણ છે...