તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કૃષિ:લાખણી પંથકના ખેડૂતોને દાડમના પાકમાં નુકસાન થતાં કાઢવા લાગ્યા

લાખણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નુકસાન થતાં ખેડૂતો દાડમની કાઢી ચીલાચાલુ ખેતી તરફ વળ્યા

લાખણી પંથકમાં દાડમમાં રોગ આવવાની તેમજ ઉત્પાદનના ભાવ ઓછા મળવાના જેવા કારણોને લઇને વારંવાર થતાં નુકસાનના લીધે ખેડૂતો ખેતરમાંથી દાડમ કાઢી અને ચીલાચાલુ ખેતી તરફ વળ્યા છે. પાંચ-છ વર્ષથી દાડમ ના છોડમાં ટપકી, પ્લગ તેમજ વાતાવરણના લીધે ફૂલો ખરી પડવાના રોગોના લીધે ઉત્પાદનમાં મોટું નુકસાન થતું હતું. તેમજ જે થોડું ઘણું ઉત્પાદન મળે તેમાં પણ 15 થી 25 રૂપિયા જેટલો ભાવ મળતાં દવાનો ખર્ચ તેમજ મજૂરી જેટલી આવક પણ નથી મળતી.

વારંવાર નુકસાનથી ખેડૂતો ઘસાતા ગયા છે
છેલ્લા કેટલાક વર્ષોથી દાડમમાં ઓછો ભાવ તેમજ દાડમના પાકમાં વધી રહેલા રોગોને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થતાં ખેડૂતો ઘસાતા ગયા છે. ખેતી કરતા ખેડૂતો માટે મેં અલગ રાહત પેકેજ માટે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરી છે.પદ્મશ્રી ગેનાજી પટેલ (સરકારી ગોળીયા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો