તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Farmers Of Banaskantha District Reached The Collectorate With Various Demands, Sent Application Forms And Demanded Speedy Disposal Of Queries.

રજૂઆત:બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ માંગણીઓને લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આવેદનપત્ર પાઠવી પ્રશ્નોના ઝડપી નિકાલ લાવવાની માંગ કરી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસ નદીમાં ચેકડેમ બનાવવાના પ્રશ્નો, બાજરીને ટેકાના ભાવે ખરીદવા જેવા અનેક મુદ્દે રજૂઆત કરાઇ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારતીય કિસાન સંઘની જાહેરાત નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોના વર્ષોથી પડેલા પ્રશ્નોને ઝડપી નિકાલ લાવવા માંગ કરી હતી. બનાસ નદીમાં ચેકડેમ બનાવવાના પ્રશ્નો બાજરીને ટેકાના ભાવે ખરીદવાના પ્રશ્નો વીજળીના પ્રશ્નો જેવા અનેક મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પ્રશ્નો ઝડપી નિકાલ લાવવા માંગ કરી હતી. જેમાં (1) બટાકામાં ભારે મંદીના કારણે NPA થયેલા સ્ટોરો પર બેંકોની તવાઈ સ્થગિત કરવા બટાકાના ખેડૂતો માટે વિચારણા કરવી.

(2) જિલ્લા ભરના ખેડૂતો માટે પાણીના તળ સાચવવા માટે ત્રણેય ડેમમાંથી પાણી છોડવું નહીં તેમજ નર્મદા પાણીથી જિલ્લાભરના તળાવો ભરવા અને બનાસ નદી પર ચેક ડેમ બનાવવા, કર્માવત તળાવ તેમજ મલાણા તળાવમાં ભાળી નાખવુ અને કેનાલમાં પાણી સતત ચાલુ રાખવું. (3) ભારત માલા પ્રોજેક્ટ માં સર્વિસ રોડ ફરજિયાત બનાવવા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી તેમજ થરાદ તાલુકાના માંગરોળ અને પીલુડા વચ્ચે રાજસ્થાનના વધુ પાણીની આવક હોવાથી 50 મીટર લાંબા ગાળાની વ્યવસ્થા કરવી.(4) વારંવાર રજૂઆત એ છતાં ટ્રેક્ટર ટોલીના પાર્સિંગ તેમજ ટેક્સ ફ્રી માટે હજુ સુધી સરકારે ધ્યાને આવેલા નથી જે સરકાર ધ્યાનમાં લઈ કામ કરવું (5) વાવ-થરાદ તાલુકાના નર્મદાના કમાન્ડમાં આવતા ગામો લાભાર્થી વંચિત રહેલા હોય તેઓ ને સત્વરે લાભ આપો અને ગોકુળ ગતીથી ચાલુ માઇનોર કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરાવવું. (6) રી-સર્વેના પ્રશ્નો નિરાકરણ કરાવવું (7) ટેકાના ભાવે બાજરીનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી, જેવા અનેક પ્રશ્નો લી ભારતીય કિસાન સંઘ જિલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતો એકત્રિત થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેની માંગ કરી હતી.

આ અંગે મેઘરાજ ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ કારોબારીની મિટિંગમાં જિલ્લામાં ભારમાં ખેડૂતોના પાણી ન તળ માટેના પ્રશ્નો બનાસ નદીમાં ચેકડેમ બનાવવાના પ્રશ્નો બાજરીને ટેકાના ભાવે ખરીદવાના પ્રશ્નો વીજળીના પ્રશ્નો તેમજ ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જે બંને સાઇડે રોડ બનાવવાના હોય નાણાંની વ્યવસ્થા કરી અને વરસાદના પાણીનાં નિકાલ બાબત હોય બટાકાના ભાવે મંદી ચાલી રહી છે. જેવા અનેક મુદ્દાઓ કલેક્ટર સાહેબને આપી અહીં અમે કલેકટર કચેરીએ પહોંચ્યા છીએ અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...