તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:બનાસકાંઠામાં 10 દિવસથી વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં, વાવણી કરેલી ખેતીને નુકસાનની ભીતિ

પાલનપુરએક મહિનો પહેલા
  • બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદ થાયા બાદ દસ થી બાર દિવસ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા
  • જિલ્લામાં મોટાભાગ ની જમીનો માં વાવણી થઈ ચૂકી છે અને મોટા ભાગના ખેડૂતો ની જમાનીન માં વાવણી કરવાની બાકી

બનાસકાંઠા માં વરસાદ ખેંચાતા જગતનો તાત ચીંતિત થયો છે. વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે વાવણી તો કરી હતી પરંતુ વાવેતર બાદ 10 થી 12 દિવસ સુધી વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે.

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આ સમયમાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા, ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે આ વખતે પણ શરૂઆતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ ખેડૂતોએ વાવેતર કરવાની તૈયારીઓ કરી દીધી હતી પરંતુ તે બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતા મુકાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કોરોનાવાયરસ ની મહામારી અને ગત વર્ષે પડેલા નહિવત વરસાદ ના કારણે પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેથી ખેડૂતોમાં વરસાદ આવતાની સાથે જ ફરી એકવાર વાવેતર કરવાની આશા જાગી હતી.પરંતુ ત્યારબાદ 10થી બાર દિવસ સુધી વરસાદ ન થતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે.

વાવેતર કરવાની શરૂઆત સાથે જ વરસાદ ન આવતા મોટા ભાગના ખેડૂતો એ વાવેતર કરી બેઠા છે તો કેટલાક ખેડૂતોએ વાવેતર કરવાનું બંધ રાખ્યું છે.જો વરસાદ વગર વાવેતર કર્યા પછી અઠવાડિયા, દસ દિવસ સુધી છોડને ફૂલ આવે તે સ્થિતિમાં જો વરસાદ ન થાય તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે જેમાં હાલ બનાસકાંઠા જિલ્લાના ડીસા,પાલનપુર,અમીરગઢ સહિત અનેક તાલુકાઓમાં શરૂઆતથી લઈને એકંદરે સારો વરસાદ થતાં ખેડૂતોએ મોટાભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે પરંતુ હવે વરસાદ જેવું વાતાવરણ બને છે પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે ગત વર્ષે પણ બનાસકાંઠા માં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા ત્યાં આ વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજા એ મો ફેરવી લેતા જગતનો તાત ભગવાન ભરોસે બેઠો છે.

અન્ય સમાચારો પણ છે...