તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુર્જાતા પાકને નવજીવન:બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી, જિલ્લાના 7 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો

પાલનપુર18 દિવસ પહેલા
  • છેલ્લા 24 કલાકમાં વડગામ 20 મિમી,પાલનપુર 11 મિમી,ધાનેરા 11 મિમી વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા ની સીઝન નો પહેલો વરસાદ સારો થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને ખાતરો લાવી ખેતી કરી હતી, જોકે વરસાદે વિલંબ કરતા ખેડતોએ કરેલી ખેતીના પાકો મુરજાવવા લાગ્યા હતાં. કેટલાક ખેડૂતોના તો પાકો પાણી વગર બળી પણ ગયા હતા. ચાર દિવસથી જિલ્લાના વાતાવરણ પલ્ટો આવતા સાંજના સુમારે વરસાદ જિલ્લાના અનેક તાલુકા પડે છે. ખેડૂતોના મુર્જતાં પાકોને નવ જીવન મળ્યુ છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લાના 14 તાલુકામાંથી 7 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં હાલ તો ખેડૂતોની ખેતી નિષ્ફળ જાવા આરે વરસાદ આવતા ખેડૂતોની આશ ફરી બંધાઈ છે કે આગામી સમયમાં સારો વરસાદ પડે તો જિલ્લામાં ખાલી પડેલા તળાવ,ડેમો ભરાય અને આવનાર શિયાળુ તેમજ ઉનાળાની ખેતી કરી શકાય. અત્યારે મોટા ભાગના તાલુકાઓમાં કુવા,બોરના પાણીના તળો ઊંડા ઉતરી ગયા છે ચેકડેમો, તળાવો,ડેમો ભરાય તો પાણીના તળ ઊંચા આવે તો આવનાર સીઝનની ખેતી થઈ શકે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા ઓ માંથી 7 તાલુકામાં વરસાદ 24 કલાકમાં નોંધાયો છે. જેમાં ડીસામાં 01 મિમી, દાંતીવાડામાં 01 મિમી, દિયોદરમાં 02 મિમી,ધાનેરામાં 11 મિમી,પાલનપુરમાં 11 મિમી,લાખણીમાં 10 મિમી,વડગામમાં 20 મિમી સહિત આ વર્ષમાં 32.20 ટાકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...