ચીમકી:સદરપુરથી અમીરગઢ 220KV હેવીલાઈનમાં આપેલી જમીનોના અપૂરતા વળતરથી ખેડૂતોમાં નારાજગી

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેટકોની મનમાનીથી ખેડૂતોએ લડતની ચીમકી ઉચ્ચારી

છેલ્લા ઘણા સમયથી પાલનપુર તાલુકાના સદરપુરથી અમીરગઢ સુધી 220 કે.વી. હેવીલાઈનનુ કામ  ચાલી રહ્યું છે. આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી હોવા છતાં સરકારના જી.આર. પ્રમાણે વળતર ન ચુકવતા ખેડૂતોએ હવે બાંયો ચઢાવી છે. 

ખેડૂતો ઘણી વાર ચાર ચાર કલાક ઓફીસ આગળ બેસી નિરાશ થઈ પાછા ફર્યા છે

હેબતપૂરના ખેડૂતોએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે "અધિકારીઓ અને પોલીસની ધમકીથી ગરીબ ખેડુતોને ડરાવી કામ કરે છે અમે કામનો વિરોધ નથી કરતા પણ પૂરતું વળતર નથી આપતા તેનો વિરોધ કરીએ છીએ. હાલમા નાયબ કલેકટરએ પોલીસ બંદોબસ્ત સાથે કામ પુરુ કરવા હુકમ કર્યો પણ ખેડૂતો સાથે એક પણ વાર મિટીંગ કરી તેમની વાત સાંભળી નથી. ખેડૂતો ઘણી વાર ચાર ચાર કલાક ઓફીસ આગળ બેસી નિરાશ થઈ પાછા ફર્યા છે. ખેડુતોની આ વળતર બાબતની રજુઆતો સરકારના નિયમ પ્રમાણે મળવુ જોઈએ. જે બનાસકાંઠા અને પાલનપુરમાં બીજી કંપનીઓ દ્વારા આપવામાં આવે છે તે પ્રમાણે મળવુ જોઈએ. કલેક્ટર કચેરીમાં આ બાબતે અવાર નવાર રજુઆત કરી, આર ટી આઈ દ્વારા માહિતી માંગી છતાં પણ કોઈ જવાબ મળતો નથી. પાલનપુરમાં જો પાવર ગ્રિડ કંપની સરકારના આદેશ પ્રમાણે વળતર આપે છે તો જેટકો કેમ નથી આપતી?" તો બીજીતરફ જિલ્લા વહીવટીતંત્રે આ મામલે જણાવ્યું હતું કે " જેટકો કંપનીના નિયમો મુજબ વળતર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે."

અન્ય સમાચારો પણ છે...