તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન રેલી:પાલનપુરમાં ભાજપના કાર્યકરના વિરોધ મામલે રાકેશ ટિકૈતે કહ્યું, 'બીજેપી માટે શનિદેવ છુ હું, કાળુ કપડું આપ્યુ હોત તો માસ્ક માટે કામ આવત'

પાલનપુર14 દિવસ પહેલા
 • ગુજરાત આગેવાનો ગેની બેન ઠાકોર, લાલજી દેસાઈ, પાલભાઈ આબલિયા પણ પહોંચ્યા

કિસાન નેતા રાકેશ ટિકૈત આજે ગુજરાતની મુલાકાતે છે. આબુરોડ સુધી ટ્રેનમાં આવ્યા બાદ રાકેશ ટિકૈતનો કાફલો ગુજરાતમાં પ્રવેશ્યો હતો, કાફલો જ્યાં ગયો ત્યાં તેમનું ખેડૂતો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે.

છાપરીથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ તેઓ શંકરસિંહ વાઘેલા સાથે અંબાજી મંદિરે ગયા હતા અને ત્યાંથી કિસાન સંવાદ રથમાં પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુર પહોંચતા જ ભાજપના એક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેની પોલીસે અટકાયત કરી હતી. જે અંગે રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, બીજેપી માટે શનિદેવ છુ હું, કાળુ કપડું આપ્યુ હોત તો માસ્ક માટે કામ આવત.

રાકેશ ટિકૈત પાલનપુર પહોંચતા ભાજપના કાર્યકર દ્વારા વિરોધ કરવા જતાં ઝપાઝપી થઈ

રાકેશ ટિકૈત પાલનપુર પહોંચતા ભાજપના કાર્યકર દ્વારા વિરોધ કરવા જતાં ઝપાઝપી થઈ છે. જેમાં વિરોધ કરનાર ભાજપ કાર્યકર અશોક પુરોહિતની પોલીસે અટકાયત કરી છે. કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલાનું અંબાજી, દાંતા, મોટાસડા, જાલોત્ર, ગોળામા ખેડૂતોએ સ્વાગત કર્યું છે. તેમજ પાલનપુરમાં તેઓ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો છે.

ત્યારબાદ તેઓ દાંતા થઈ પાલનપુર ખાતે પહોંચ્યા હતા. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અહીં ખાસ કરીને બનાસકાંઠા જીલ્લાની અંદર ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ખેતીમાં સિંચાઈ માટે પાણીની છે અને પાણીની સમસ્યા તેમજ બટાટા જેવા મહત્વના પાકમાં પોષણક્ષમ ભાવ મળતા નથી. જેથી ખેડૂતોએ રાકેશ ટિકૈતને સમસ્યાઓ જણાવી હતી. તેમજ ખેડૂતોએ બટાટા પણ રાકેશ ટિકૈતને આપ્યા હતા. જે બટાટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલાવી રાકેશ ટિકૈત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની વેદના વડાપ્રધાન સમક્ષ રજૂ કરશે.

કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલા અંબાજીમાં દર્શન કર્યા

કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલાએ સાથે અંબાજી ખાતે અંબામાતાના દર્શન કર્યા છે. જેમાં રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે ખેડૂતોના પ્રશ્નો જલ્દી હલ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલા અંબાજીમાં દર્શન કરી કિસાન સંવાદ રથમાં બેસી દાંતા-પાલનપુર તરફ રવાના થયા હતા. જેમાં વચ્ચે ખેડૂતો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતુ.

કિસાન નેતા રાકેશ ટિકૈતને ખેડૂતોએ હળ આપી સ્વાગત કર્યું
કિસાન નેતા રાકેશ ટિકૈતે ગુજરાતમાં છાપરીથી પ્રવેશ કર્યો હતો. જેમાં ખેડૂતોએ હળ આપી તેમનું સ્વાગત કર્યું હતું. તથા સુરક્ષાને લઇને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાફલો અંબાજી તરફ રવાના થયો હતો.

ગુજરાત આવવા પર કોઇ પાસપોર્ટ જોઇએ છે તો હું પરમિશન લઇને આવું
કિસાન નેતા રાકેશ ટિકૈત ટ્રેન મારફતે રાજસ્થાનના આબુરોડ પહોંચ્યા હતા. તેમજ સાથે ખેડૂત આગેવાનો પણ જોડાયા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે આખા દેશમાં ખેડૂત આંદોલન થશે. તેમજ ગુજરાતના ખેડૂતોને અન્યાય થાય છે. ખેડૂતોની સમસ્યાઓ માટે હું ગુજરાત આવ્યો છુ. કાલે બારડોલીમાં પબ્લિક મીટીંગ છે. સરકારના ત્રણ કાળા કાયદા છે તેમાં સરકાર ખેડૂતોના પાકને સસ્તામાં લુંટવાની યોજના બનાવી રહી છે. તે વાત ખેડૂતોને બતાવી છે.

ખેડૂતોના આંદોલનકારીઓ આજે ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત તેઓ અત્યારે ટ્રેન દ્વારા આબુરોડ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક ખેડૂતો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈત ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ જાણવા માટે અને પીડિત ખેડૂતોની ખેતપેદાશોના ભાવ માટે ગુજરાતમાં ખેડૂતોની મુલાકાતે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો