તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગતના તાતની કોઠાસૂઝ:ધાનેરાના ખેડૂત જમીનને ફળદ્રુપ બનાવશે, 4 મહિના જાત મહેનતે 1 કરોડ લિટરની ખેત તલાવડી બનાવી

પાલનપુર4 દિવસ પહેલા
  • ખેડૂતે ચાર મહિના મહેનત કરીને 140x140 પહોળી અને 26 ફૂટ ઊંડી ખેત તલાવડી બંધાવી
  • ખેત તલાવડી એક કરોડ લિટર પાણી સંગ્રહ થશે, જેનાથી આખું વર્ષ ખેતરમાં પિયત કરી શકાશે

બનાસકાંઠા જિલ્લો પણની કાંધીએ અડીને આવેલો છે. એક બાજુ, કચ્છનું નાનું રણ અને બીજી બાજુ, રાજસ્થાનનું રણ હોવાથી બનાસકાંઠામાં પાણીની ખૂબ જ તંગી સર્જાતી હોય છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીનાં તળ ઊંડાં જતાં પાણી માટે લોકો વલખાં મારતાં હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના આલવાડા ગામે ભૂરાભાઈ રાજગોર નામના ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ખેતરમાં એક ખેત તલાવડી બનાવી છે, જે 140x140 પહોળી અને 26 ફૂટ ઊંડી છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે, આ તલાવડીમાં એક કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે.

બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં કૂવા અને બોરનાં તળ ઊંડાં જવાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે કેટલાક ખેડૂતો પોતાની સૂઝબૂઝથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પાણીના સંગ્રહ માટે કંઈ ને કંઈ કરતા હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના આલવાડા ગામના ખેડૂત ભૂરાભાઈ રાજગોરે એક તલાવડી બનાવી છે, જેમાં એક કરોડ લિટર પાણીનો સંગ્રહ થઇ શકે છે, જે આવતાં બાર મહિના સુધી પોતાના ખેતરના પાકમાં પિયત માટે ઉપયોગ કરી શકશે.

આ અંગે ખેત તલાવડી બનાવનાર ખેડૂત ભૂરાભાઈ રાજગોરે જણાવ્યું હતું કે અમે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છીએ. મારા ખેતરમાં એક ખેત તલાવડી બનાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં જોયું કે લોકો ખેત તલાવડી બનાવીને પિયત કરે છે, જેથી મને પણ વિચાર આવ્યો કે હું પણ આવી તલાવડી બનાવું, જેથી મેં મારા ભાગીદાર દેવાભાઈને વાત કરી કે આપણે પણ ખેત તલાવડી બનાવીએ અને પિયત કરીએ, જમીન પણ પડી છે.

ભૂરાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેવાભાઈને વાત કર્યા બાદ અમે ત્રણ મહિના મહેનત કરી જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આઠ લાખ રૂપિયાના ખર્ચે 140x140 અને 26 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે, જેમાં એક કરોડ લિટર પાણીનો સંગ્રહ થઇ શકશે. એક અંદાજ મુજબ જો લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થશે તોપણ ખેત તલાવડી ભરાઈ જશે, જેથી હું બાર મહિના ખેતરમાં પિયત કરી શકીશ. સરકાર સહાય રૂપે ટેકો કરે અને ખેડૂતોને સબસિડીના ભાગ રુપે આપે તો તલાવડી બનાવી શકીએ અને ખેડૂતો ખેતી પણ કરી શકે સાથે પશુપાલન પણ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...