હાલાકી:કોરોનામાં રાશન વિતરણ કરનાર મૃતક સંચાલકોના પરિવાર સહાયથી વંચિત

છાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 અંતર્ગત દેશમાં કોરોના મહામારીની ભયાનક પરિસ્થિતી ઉપસ્થિત થતાં કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરતાં લોકોને અનાજથી વંચિત રહેવું ન પડે તેને લઈ ગુજરાતમાં રાશનનું સતત વિતરણ કરનાર સંચાલકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરી રોકડ પુરષ્કાર આપવા તેમજ મૃતક સંચાલકોના પરિવારોને સહાય આપવા માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન રાશન વિતરણ કરનાર સંચાલક સંક્રમિત થાય અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થાય છે તેવા કિસ્સામાં રૂ.25 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે રાજ્યમાં અનેક સંચાલકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા તેઓના પરિવારોને હજુ સુધી આર્થિક સહાય મળી નથી તો તાત્કાલિક સહાય આપવા પણ માંગ ઉઠવા પામી છે. તેમજ રાજ્યના સંચાલકોને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી યોગ્ય રોકડા પુરસ્કાર આપી જાહેર સન્માન કરવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...