તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પાલનપુરમાં ઝઘડો કરી નીકળી ગયેલા પુત્રને પરિવારજનો ભૂલી ગયા, પોલીસે 14 વર્ષે સાસરીમાંથી શોધી કાઢ્યો

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 14 વર્ષ સુધી વડગામના માનપુર સાસરીમાં ઘર જમાઇ રહેતો હતો

પાલનપુરના વડલીવાળાપરા વિસ્તારમાં પિતા સાથે ઝઘડો થતાં એક યુવક ઘરેથી નીકળી ગયો હતો. જેને પરિવારજનોએ તો વિસારી મુક્યો હતો. પરંતુ પોલીસ ચોપડે ગૂમસુદાની ફરિયાદ નોંધાઇ હોઇ પોલીસે તેને 14 વર્ષ બાદ શોધી કાઢી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર શહેરના વડલીવાળાપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ જયંતીભાઈ પટણીને પિતા સાથે ઝઘડો થતાં 14 વર્ષ અગાઉ તારીખ 23/08/2007ના રોજ ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયા હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન લાગતાં જયંતિભાઇ પટણીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, તે બાદ પરિવારજનો તેને વિસારી દીધો હતો. જોકે, પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હોવાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ કે. કે. પાટડીયાએ ટીમના એએસઆઇ સુમેરસિંહ સહિત સાથે શોધખોળ હાથ ધરી હતી. જેમણે 14 વર્ષ બાદ રમેશભાઇ પટણીને શોધી કાઢ્યા હતા. અને કાયદાકીય કાર્યવાહી માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.

સાસરીમાં રહેતા યુવાનને પત્નીએ કહ્યું પરત જશો તો સાથે નહી રહુ
રમેશભાઇ પટણી તેમના પિતા સાથે ઝઘડો કર્યા પછી ઘરેથી નીકળી તેમની સાસરી વડગામ તાલુકાના માનપુરા ગામે ઘર જમાઇ તરીકે રહેતા હતા. પત્નીએ જો પરત જશો તો સાથે નહી રહુ તેમ કહેતા તેઓ પાલનપુર પરત આવ્યા ન હતા. દરમિયાન પેરોલ ફર્લોના સુમેરસિંહ અને નિકુલસિંહને જાણ થતાં ત્યાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. રમેશભાઇને બે બાળકો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો