ઠગાઈ:પાલનપુરમાં વાહનની લોનના કોરા ચેકમાં ખોટી સહી કરી 11.03 લાખની છેતરપિંડી

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફાયનાન્સના કર્મચારીએ કહ્યું કે વાહનના હપ્તા ભરાયા નથી ત્યારે ખબર પડી કે મડાણા (ગઢ)ના એજન્ટે 11 ચેક વટાવી લીધા છે

પાલનપુર રેલવે પચાસ ક્વાર્ટર્સ વિસ્તારમાં રહેતા ટ્રેકમેન અને તેમની પત્નીએ વાહન ખરીદવા માટે લોન કરવા આપેલા ચેકનો દૂરપયોગ કરી 11 ચેક ઉપર બનાવટી સહિ કરી તેમજ રોકડ રકમ 4,07,400 લઈ પાલનપુર તાલુકાના ગઢ મડાણાના એજન્ટે રૂપિયા 11.03 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે મહિલાએ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર રેલવે પચાસ ક્વાર્ટર્સ વિસ્તારમાં રહેતા ગંગાબેન અને ટ્રેકમેન તરીકે નોકરી કરતાં તેમના પતિ કનૈયાલાલ મશરૂભાઇ ભીલએ ઇકો ગાડીની લોન કરાવવા માટે પાલનપુર તાલુકાના મડાણા (ગઢ)ના અેજન્ટ વસંતભાઇ ઉર્ફે અશોકકુમાર મોતીજી મેજીયાતરને ત્રણ ચેક સહિ કરીને આપ્યા હતા. જે બાદ કનૈયાલાલની ગેરહાજરીમાં ઘરેથી 11 કોરા ચેક લઇ ગયા હતા.

જેના ઉપર ખોટી સહીઓ કરી તબક્કાવાર રૂપિયા જુદાજુદા સમયે રૂપિયા 6,96,545 ઉપાડી લીધા હતા. આ ઉપરાંત પતિ- પત્નીએ અગાઉ તેને ગાડી લાવવા માટે રૂપિયા 4,07,400 આપ્યા હતા. તે મળીને કુલ રૂપિયા 11,03,945ની છેતરપિંડી આચરી હતી. ફાયનાન્સનો કર્મચારી ઘરે આવીને તમારા વાહનના લોનના હપ્તા ભરાયા નથી તેવું કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ અંગે ગંયાબેને પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...