તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Extensive Vaccination System Has Been Arranged By The Health Department At More Than 140 Centers In 14 Talukas In Banaskantha District.

કોરોના કવચ:બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓમાં 140થી વધુ સેન્ટરો પર આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ ખાતે કોવિડ 19 રસીકરણ કેમ્પ યોજાયો

કોરોનાને હરાવવા દરેક નાગરિકોએ વેક્સિન લેવી જરૂરી છે. રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશમાં લોકો રસી મુકાવી રહ્યાં છે. જેમાં બનાસકાંઠાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓમાં 140થી વધુ સેન્ટરો પર આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સ્થળો પર જઇને નાગરિકો કોરોના રસી લઇ પોતાની જાત અને પરિવારને કોરોના વાયરસથી સુરક્ષિત કરી રહ્યાં છે. કોરોના સામેનો જંગ જીતવા અને કોરોનાને દેશવટો આપવા દરેક નાગરિકોએ રસી મુકાવવી અનિવાર્યપણે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટેનો એકમાત્ર અકસીર ઉપાય રસીકરણ જ છે. પાલનપુર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ ખાતે એન.એસ.એસ યુનિટ અને બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19 રસીકરણ અભિયાન અતર્ગત પ્રથમ ડોઝ વેક્સિન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લઈ ઉત્સાહ પૂર્વક રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...