સમાજમાં વિકાસ માટે વરણી:જયપુરી લુહાર સમાજનાના વિકાસ માટે બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં કારોબારી સભ્યોની વરણી કરાઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી સભ્યોની વરણી કરી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાત રાજ્યમાં વસતા જયપુરી લુહાર સમાજના કારોબારી સભ્યોની બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ગામે બેઠક યોજાઈ હતી. જેમાં સમાજમાં વિકાસ માટે અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિચારણા કરવામાં આવી હતી અને જિલ્લાના ત્રણ તાલુકા માટે કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી.

જયપુરી લુહાર સમાજ પાછલાં ઘણા વર્ષોથી ગુજરાતમાં વસવાટ કરે છે. ખેતીના ઓજારોનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના સમાજના ઉધાન માટે અને આવનારી મુશ્કેલીઓ સામે લડવા માટે ફંડ એકઠું કરીને પોતાના સમાજના લોકો માટે મદદરૂપ થવા માટેનો નીર્ધાર કર્યો છે. તે માટે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં કારોબારી સભ્યોની બેઠક યોજવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.

આજે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ મુકામે કારોબારી સભ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે હાજી મહેબૂબભાઈ લુહાર ઈકબાલગઢ, અને ઉપપ્રમુખ તરીકે નઇમભાઈ લુહાર હડાદ. અમીરગઢ તાલુકાના પ્રમુખ તરીકે ઇમરાન લુહાર ઇકબાલગઢ અને ઉપપ્રમુખ તરીકે અનવરભાઈ લુહાર અમીરગઢની વરણી કરાઇ હતી.

આ ઉપરાંત દાંતા તાલુકાના પ્રમુખ તરીકે ઈકરામભાઈ લુહાર રતનપુર અને ઉપપ્રમુખ માટે ઇસ્માઇલભાઈ લુહાર. દાંતા અને વડગામ તાલુકા પ્રમુખ હારુનભાઈ લુહાર છાપી અને પ્રમુખ તરીકે સદિકભાઈ લુહાર ગોળાની વરણી કરવામાં આવી હતી. બધા કારોબારી સભ્યોની ફુલહારથી સ્વાગત કરીને કાર્યકમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...