બેઠક:રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાની કારોબારી બેઠક મુક્તેશ્વર ડેમ ખાતે યોજાઇ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં જિલ્લાના ખેડૂતોને પડતી પાણીની મુશ્કેલી અંગે ચર્ચા કરાઇ

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાની કારોબારી સમિતિની વિષેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ સાત મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પાણીની સમસ્યાને લઇને આગામી સમયમાં નડેશ્વરી માતાજીથી શરૂ કરી ગાંધીનગર સુધીની પાણી અધીકાર યાત્રાની કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ બેઠક જિલ્લા પ્રમુખ વી.કે.કાગની સુચનાથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ દ્વારા એજન્ડા બહાર પાડી વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે ચામુંડા માતાના મંદિરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ સાત મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આ અંગે જિલ્લા પ્રમુખ વી. કે.કાગ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં ખાસ લોકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. જિલ્લામાં કોઇ મોટા ઉધોગ આવેલા નથી તેથી મોટા ભાગના ખેડૂત લોકો ખેતીવાડી થકી પોતાના પરીવારનું ગૂજરાન ચલાવે છે અને ખેતીવાડી દ્વારા રોજગાર પુરી પાડે છેય પ્રદેશ ઉપ પ્રમુખ અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ભુગર્ભ તળમાંપાણી ખુટી ગયા છે અને જિલ્લામાં ત્રણ મોટા ડેમ આવેલા છે, પરંતુ ચોમાસામાં અનિયમિત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ન થવાને કારણે પાણીની સમસ્યા ઉભી થઈ ગઈ છે. સુજલામ સુફલામ્ નહેરમાં સરકાર પાણી નાખતી નથી, તેથી ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે. તેથી ખેડૂતોને બચાવવા માટે સરકાર દ્વારા દાંતીવાડા ડેમનું પાણી બનાસકાંઠા જિલ્લાને આપવામાં આવે તેવી માગણી છે. નર્મદા કેનાલમાથી કડાણા ડેમમાં પાણી નાખી, કડાણા ડેમનું પાણી મુક્તેશ્વર ડેમમાં નાખો અને મુક્તેશ્વર ડેમનું પાણી કરમાવત તળાવમાંનાખો અને ત્યાર બાદ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણી નાખો અને ત્યાર બાદ બનાસ નદી, રેલ નદી પાણી છોડી જીવંત કરવા માગણી છે.

જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણે જણાવ્યું હતું કે, પાણી યાત્રા નડેશ્વરી માતાજીના આશીર્વાદ લઇ ચાલુ કરવામાં આવશે અને સુઇગામ ખાતે ખેડુત સભા અને વાવ ખાતે રાત્રી રોકાણ કરી ખેડૂત સભા થશે. થરાદ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો સભા કરી રાહ રાત્રે રોકાણ કરી સવારે રાહ ખાતે ખેડૂતોની સભા થશે. ત્યારબાદ આ પાણી યાત્રા લાખણી તાલુકામાં જશે અને લાખણી ખાતે લાખણી, દિયોદર ભાભર, કાંકરેજ, ડીસા તાલુકાના ખેડૂતોની વિશાળ ખેડૂત મહાપંચાત થશે અને પાણી યાત્રા ધાનેરા તાલુકામાં પ્રવેશ કરશે.

ધાનેરા ખાતે લાલચોકમાં વીશાળ સંખ્યા ખેડૂતો પાણી મહાપંચાત કરશે અને પાણી યાત્રા પાંથાવાડા, દાંતીવાડા ખેડૂત સભા કરી કરમાવત તળાવ જશે અને ત્યાંથી પગપાળા પાણી યાત્રા વડગામ ખેરાલુ ખેડૂતોની સભા કરી ઠેર ઠેર સ્વાગત સાથે ઢોલ નગારા વગાડીને ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્ય મંત્રીને બનાસકાંઠાના પાણીની સમસ્યાની રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...