તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:પાલનપુરમાં ટિકિટ વહેંચણી મુદ્દે ઉત્તેજના,અનેક ધુરંધરોની ટિકિટ કપાયાની દિવસભર ચર્ચાઓ

પાલનપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે રાત સુધી ટિકિટ જાહેર ન કરતા ઉમેદવારોના જીવ પડીકે બંધાયા

પાલનપુરમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપ કોંગ્રેસમાં અવઢવની સ્થિતિ સર્જાઈ હતી. ભાજપમાં અનેક ધુરંધરોની ટિકિટ કપાયાની દિવસભર ચર્ચાઓ ચાલી હતી દરમિયાન ભાજપે રાત્રીના 8 વાગ્યા સુધી ટિકિટ જાહેર ન કરતા ઉમેદવારોના જીવ પડીકે બંધાયા હતા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. તો બીજીતરફ પાલનપુરમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવામાં આત્મવિશ્વાસ બતાવ્યો હતો. અને પેનલમાં જુદા જુદા વોર્ડમાં ફોર્મ ભરાયા હતા.

પાલનપુરમાં ગુરુવારનો દિવસ ભાજપ અને કોંગ્રેસના ટિકિટ વાંચ્છુઓ માટે ઉત્તેજના સભર રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો અને કાર્યકરો સવારથી જ ટિકિટ અંગેની જિલ્લા ભાજપના સંગઠનના નેતાઓને લીસ્ટ અંગે પૃચ્છા કરતા જોવા મળ્યા હતા. જોકે ચર્ચાતી માહિતી મુજબ પાલનપુર નગરપાલિકામાં આ વખતે ભાજપના કેટલાક મોટા માથાઓને સંગઠનએ ટિકિટ ન આપી હોવાની વાતો વહેતી થઈ હતી. તેમજ મોટાભાગના વોર્ડમાં નવા ચહેરાઓને સ્થાન અપાયું હોવાનું પણ ચર્ચાયું હતું.

જોકે પ્રદેશ ભાજપના મોવડી મંડળે કોની કોની બાદબાકી કરી તે મોડા સુધી બહાર આવ્યું ન હતું. જેના લીધે ભાજપના એકપણ ઉમેદવારે પાલનપુર નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભર્યું નહતું. જેની સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ પેનલમાં ફોર્મ ભર્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ફોર્મ ભરાયા છે.

પાલનપુર પાલિકામાં 17ની ઉમેદવારી

વોર્ડ નંઉમેદવારપક્ષ
1,3,7દિગેશકુમાર ચંદ્રકાંતભાઇ વ્યાસકોંગ્રેસ
7વસંતકુમાર મગનલાલ મોઢકોંગ્રેસ
7મુકતાબેન બાબુભાઇ કાપડીકોંગ્રેસ
8નિખીલ ગ્રોમસઅપક્ષ
9નવિનચંદ્ર અમરતલાલ પટેલઆપ
9કનુભાઇ નરસિંહભાઇ પટેલકોંગ્રેસ
9અમિતાબેન રાજેશકુમાર રાવલકોંગ્રેસ
9મધુબેન જશવંતલાલ મોદીકોંગ્રેસ
આશિષકુમાર જગદીશભાઇ પ્રજાપતિકોંગ્રેસ
10કેયુર વિરેન્દ્રસિંહ જગતાપઆપ
11ગલબાભાઇ કાંનજીભાઇ ચૌહાણઆપ
11જાગૃતિબેન રમેશભાઇ સોલંકીકોંગ્રેસ
11અશ્વિનકુમાર કાંતિલાલકોંગ્રેસ
11નરેશભાઇ અમૃતભાઇ પટેલકોંગ્રેસ
11સુરેખાબેન અનીલભાઇ પટણીકોંગ્રેસ

ભાભર નગરપાલિકામાં ભાજપના 8 જણાએ ઉમેદવારી નોંધાવી
​​​​​​​

વોર્ડ નંઉમેદવારપક્ષ
1ઠાકોર રાજાભાઈ જામાભાઈભાજપ
2ત્રિવેદી હિનાબેન શૈલેષભાઈભાજપ
2ત્રિવેદી શૈલેષભાઈ બાબુલાલભાજપ
3રાઠોડ જનકસિંહ મોબતસિંહભાજપ
5ગીતાબેન નવીનભાઈ માળીભાજપ
5નવીનભાઈ કાનજીભાઈ માળીભાજપ
5રમેશભાઈ દલાભાઈ માળીભાજપ
6રાઠોડ સજનબા સામતસિંહભાજપ

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો