તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી ધો.10 અને 12 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ, પરીક્ષાને સેનેટાઇઝર કરાયા

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે તમામ વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇન મુજબ પરીક્ષા માટે પ્રવેશ અપાશે

આવતીકાલથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો આજે સેનીટાઇઝર કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારી બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતી કાલે 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાઓ તા.15 જુલાઈથી 28 જુલાઈ સુધીનું આયોજન થઈ રહ્યું છે. જેમાં SSC બોર્ડની પરીક્ષાઓ 31 કેન્દ્રો, 126 બિલ્ડીંગ અને 25 હજાર 258 વિદ્યાર્થી, જ્યારે HSC સામાન્ય પ્રવાહ માટે 1 કેન્દ્ર પર 31 બિલ્ડીંગમાં 7 હજાર 928 વિદ્યાર્થીઓ, HSC વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્ર પર 4 બિલ્ડીંગ પર 718 વિદ્યાર્થી પરિક્ષા આપશે. આમ આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની રીપીટર વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે તમામ શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા શાળાઓને સેનેટાઈઝર કરવામાં આવી હતી. તો બીજી તરફ આવતીકાલે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે તો તે તમામ વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવશે. આજે શાળા સંચાલક દ્વારા તમામ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 15 તારીખથી લઈ 28 તારીખ સુધી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં એસએસસીમાં 31 કેન્દ્રો 126 બિલ્ડીંગો પર 25 હજાર 298 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં 1 કેન્દ્ર પર 31 બિલ્ડીંગ માં 7 હજાર 928 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એચ.એસ.સી વીજ્ઞાન પ્રવાહના 4 બિલ્ડીંગ પર 718 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એસએસસી પરીક્ષાનું સંચાલન ત્રણ જોન ખાતેથી થશે. થરાદ, ડીસા અને પાલનપુર ખાતે અને એચ.એસ.સી પરીક્ષાનું સંપૂર્ણ સંચાલન પાલનપુર જોન ખાતેથી થશે.

કોવિડ ગાઈડલાઈનનુ દરેક પરીક્ષા કેન્દ્ર પર પાલન થશે. સર્વે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના થર્મલગન એન્ટ્રી પર તપાશ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીઓને કોવિડના લક્ષણ દેખાશે તો તેની અલગ વર્ગ ખાંડમાં સુવિધા કરવામાં આવશે. આ વર્ષે પરીક્ષામાં કોવિડને ધ્યાને રાખી 1 વર્ગ ખંડમાં માત્ર 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...