તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ex servicemen's Association Of Banaskantha District Sent An Application Letter To The Collector In Protest Of The Atrocities Committed On The Soldier In Junagadh.

આવેદનપત્ર:બનાસકાંઠા જિલ્લાના માજી સૈનિક સંગઠને જૂનાગઢમાં સૈનિક પર થયેલા અત્યાચારના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવાર સુધી સૈનિકને ન્યાય નહી મળે તો ગાંધીચીંધ્યા માર્ગે અનશન પર બેસવાની ચીમકી
  • પોલીસે સૈનિકને જાહેરમાં માર માર્યો હતો

જૂનાગઢમાં પોલીસ દ્વારા સૈનિકને જાહેરમાં માર મરાયો હતો. જેને લઈ બનાસકાંઠા જિલ્લાના માજી સૈનિક સેવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો દોષીઓને સોમવાર સુધી સજા નહીં મળે તો સમગ્ર ગુજરાતના માજી સૈનિક અને વીર નારીઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે અનશન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

સૈનિક જમ્મુ કાશ્મીરમાં બજાવે છે ફરજજૂનાગઢ જિલ્લાના પાડરડી ગામના કાનાભાઈ કેશવાળા કે જે ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવે છે. જે રજા પર વતન આવ્યાં છે, ત્યારે કોઈ કારણોસર માથાકૂટ થતા પોલીસ દ્વારા તારિખ 29ના રોજ કાનાભાઈને જાહેરામાં માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લાના માજી સૈનિક સેવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનામાં દોષિતોને આવતા સોમવાર સુધી સજા નહીં મળે તો સમગ્ર ગુજરાતના માજી સૈનકો અને વીર નારીઓ ગાંધીચીંધ્યા માર્ગે અનશન પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...