તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અંત:આખરે ગૌશાળા-પાંજરાપોળોનું આંદોલન સમેટાયું, સરકારની સહાય આપવા હૈયાધારણા

પાલનપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા પાજરાપોળના સંચાલકોએ સહાય આપવા મામલે ગાધીનગરમાં રજૂઆત કરી હતી.
  • નીતિનભાઇ પટેલે મુખ્યમંત્રી સાથે બેઠક કરી યોગ્ય નિકાલ કરવાની ખાત્રી આપતાં 22 દિવસથી ચાલતાં આંદોલનનો અંત

ગાંધીનગર ખાતે મંગળવારે નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોની બેઠકમાં સરકાર દ્વારા હૈયા ધારણા આપતાં કોરોનાની મહામારી વચ્ચે સહાયના મુદ્દે છેલ્લાં 22 દિવસથી ચાલી રહેલાં આદોલનનો અંત આવ્યો છે. બનાસકાંઠા જીલ્લાની 154 થી વધુ ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોને કોરોનાના લીધે લોકડાઉન થતાં દાનની આવક બંધ થઈ જવા પામી હતી. જેથી અબોલ જીવોનો નિભાવ કરવો મુશ્કેલ બનતાં સંચાલકો દ્વારા સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી હતી.

સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપવામાં આવી
આથી પ્રત્યેક પશુ દીઠ દૈનિક રૂપિયા 25ની સહાય મંજૂર કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં એપ્રિલ-મે મહિનાની સહાય ચૂકવી દેવામાં આવી હતી. જો કે,સરકાર દ્વારા ત્યારબાદ સહાય ન આપતાં ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોએ મુખ્યમંત્રી સહિતને પત્ર લખી સહાય અપાવવા રજૂઆત કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઇ જવાબ આપ્યો ન હતો. જેથી સંચાલકોએ સહાય મેળવવા ઉગ્ર આદોલન શરૂ કરતાં પશુઓ રોડ પર છોડી ચક્કાજામ ઉપરાંત સરકારી કચેરીઓમાં રામધૂન બોલાવવામાં આવી હતી. જો કે, છેલ્લા 22 દિવસથી ચાલી રહેલા આદોલનમાં અચાનક જ વળાંક આવતાં બનાસ ડેરીના ચેરમેન અને ડીસાના ધારાસભ્ય દ્વારા સોમવારે ટેટોડા ગૌશાળામાં બેઠક યોજી સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી સાથે બેઠક કરી યોગ્ય નિકાલ કરવાની ખાત્રી આપી
આથી મંગળવારે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા પાજરાપોળના પ્રતિનિધિ મંડળની બેઠક બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, ડીસાના ધારાસભ્ય, કાંકરેજના ધારાસભ્ય, ડીસા પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારી, ટેટોડા ગૌશાળાના રામરતનજી મહારાજ, મુકુંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોએ ડિસેમ્બર મહિના સુધી સહાયની માંગણી કરવામાં આવી હતી. જેને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે બેઠક કરી યોગ્ય નિકાલ કરવાની ખાત્રી આપી હતી.

સરકારે ખાત્રી આપતાં આંદોલન સમેટી લેવાયું
સહાય મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન સરકાર સમક્ષ સહાય મેળવવા આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ 22 દિવસ બાદ મંગળવારે નાયબ મુખ્યમંત્રીએ સહાય અંગે યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવી છે. જેથી બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોનું આંદોલન સમેટી લેવાયું છે તેમ ભરતભાઇ કોઠારીએ જણાવ્યું હતું.

કાંકરેજ મામલતદારને આવેદન
કાંકરેજ મામલતદારને આવેદન

ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે કાંકરેજ મામલતદારને આવેદન
બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે જીવુભા વાઘેલા અને મહાકાલ સેના પ્રમુખ માનભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ ઉપસ્થિત રહી મંગળવારે ગાય માતાજીને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કાંકરેજ મામલતદારને આવેદન અપાયું હતું. ત્યારે નાયબ મામલતદારએ માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેકટરને મોકલી આપવા જણાવ્યું હતું. જેમાં આઝાદ હિન્દ ભગત સંગઠન દ્વારા ગુજરાતમાં ગૌ હત્યા બંધ કરવા, ગૌચર જમીન ખાલી કરવા તેમજ જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરો માટે અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવા અને ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવાની માંગ બુલંદ બની છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો