તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાલનપુરમાં વરસાદ વરસ્યાના એક સપ્તાહ બાદ પણ રેલવે ગરનાળામાં પાણી ભરાયેલા રહેતા લોકોની હાલાકી વધી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનો વગર વરસાદે મુશ્કેલીમાં મુકાયા

પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવેલ રેલવેના ગરનાળામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદી પાણી ભરાયેલુ હોઈ આ અંડર ગાઉન્ડ નાળામાં આવનજાવન કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે આ નાળામાં વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી ન હોઈ સામાન્ય વરસાદ માં ઘરનાળુ પાણી થી ભરાઈ જતું હોય લોકોને ઘરનાળા માંથી શહેરમાં આવવા જવા મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

પાલનપુરના અમદાવાદ હાઇવે પર પસાર થતી રેલવે લાઈન પર વાહનો ની અવર જવર માટે ઓવરબ્રિજ અને નીચે ઘરનાળુ બનાવવામાં આવ્યું છે જોકે આ ઘરનાળા માં વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા નો અભાવ હોય અહીં ચોમાસા દરમ્યાન પાણીના ભરાવા ને લઈ ઘરનાળા વાળો માર્ગ બંધ થઈ જાય છે જેને લઈ લોકોને અવરજવર માટે ઘરનાળાને બદલે અન્ય માર્ગ નો ઉપયોગ કરવો પડે છે.

પાલનપુર માં ગત સોમવારે વરસાદ પડતા આ ઘરનાળુ પાણી થી ભરાઈ હતું હતું જે બાદ મેઘરાજાએ વિરામ લીધા ને એક અઠવાડિયું વીતવા છતાં ઘરનાળા માંથી વરસાદી પાણી ન ઓછરતા વાહન ચાલકો ને મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય ચોમાસામાં પહેલા વરસાદમાં જ નાળા માં પાણી ભરાઈ જાવા થી લોકોની સમસ્યાઓ વધી ગઈ છે તાત્કાલિક નિરાકરણ કરી કાયમી ઉકેલ આવે તેવી વિનંતી કરીએ છીએ સ્થાનીક અગ્રણી જયેશભાઇ બી પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...