સ્થાપના:ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના

પાંથાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતરવાડા બ્રહ્માણી માતાના મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ નંદ મંડળ દ્વારા ભારત માતાની પ્રતિમા તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરાઇ હતી. તેમજ તાલુકામાં સૌ પ્રથમ સ્વામી વિવેકાનંદ વિચાર કેન્દ્રની શરૂઆત કરાઈ હતી.

આ પ્રસંગે યોગેશભાઈ ઠાકર, વિપુલભાઈ નાઈ, સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યો, દાંતીવાડા તાલુકા ભાજપના અગ્રણીઓ, દાંતીવાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ઘાડીયા, એપીએમસી ચેરમેન સવસીભાઈ પટેલ, સાંતરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ મેવાડા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...