તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:પાલનપુરમાં 5 મે સુધી આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગૃહ વિભાગ દ્વારા અમલી બનાવવામાં આવેલા નિયમોનું વેપારીઓએ ચુસ્ત પાલન કરવાનું રહેશે, રાત્રી કફર્યું 5 મે સુધી યથાવત
 • શૈક્ષણિક અને કોચિંગ સેન્ટર, સિનેમા થિયેટર, માર્કેટયાર્ડ સહિતના બંધ રહેશે

પાલનપુરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેની ચેઇન તોડવા માટે અગાઉ જુદાજુદા વેપારી એસોશિએશન દ્વારા એક સપ્તાહ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતુ. જેની મુદ્દત્ત 2 મેના રોજ પુરી થતાં હવે સરકારના ગૃહ વિભાગના નિયમ પ્રમાણે 5 મે સુધી આવશ્યક સેવાઓ જ ચાલું રહેશે.જોકે સરકારના જાહેરનામા મુદ્દે અજાણ એવા ચીફ ઓફિસરને જાણ કરવા છતાં આ મુદ્દે કોઈ જાણ ન હોવાનું કહ્યું હતુ.બાદમાં તેઓએ પણ વાત માની હતી કે આજ થી 5 મે સુધી આવશ્યક સેવાઓ જ ચાલું રહેશે.

જિલ્લામાં ગંભીર હદે વધી રહેલા કોરોના સંક્રમણને ખાળવા માટે તંત્ર દ્વારા લોક ડાઉનનો ઉપાય અખત્યાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં ગત સપ્તાહે પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, છાપી સહિતના જુદાજુદા સેન્ટરોમાં જુદા જુદા સમયે સ્વૈચ્છિક લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યાં પાલનપુર શહેરમાં નગરપાલિકા, પ્રાંત અધિકારી અને શહેરના વિવિધ 24 વેપારી એસોશિયશના અગ્રણીઓ સાથે બેઠક કરી 2 મે સુધી સ્વૈચ્છિક લોક ડાઉન કરાયું હતુ. જેની મુદ્દત રવિવારે પુર્ણ થઇ હતી.

આ અંગે ચીફ ઓફિસર સતિષ એન. પટેલે પહેલાં સોમવારથી એક સપ્તાહ સુધી તારીખ 9 મે દરમિયાન બજાર સવારે 8.00 વાગ્થાથી સાંજે 4.00 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે તેમ જણાવ્યું હતુ.બાદમાં જણાવ્યું હતુ કે, મુદ્દત્ત 2 મેના રોજ પુરી થતાં હવે સરકારના ગૃહ વિભાગના નિયમ પ્રમાણે 5 મે સુધી આવશ્યક ચીજ વસ્તુઓના વેપારી જ દુકાનો ખુલ્લી રાખી શકશે.

રાત્રી કર્ફ્યું 5 મે સુધી ચાલુ રહેશે
આ અંગે પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા રાત્રે 8 થી સવારે 6.00 કલાકનો કરફયું 5 મે સુધી અમલી રહેશે. 5 મે પછી સરકાર જે પ્રમાણે નિર્ણય કરશે તે નિયમો શહેરમાં લાગુ કરવામાં આવશેે.

આ ધંધા બંધ રહેશે
દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, તમામ લારી ગલ્લા, શોપિંગ સેન્ટર, શૈક્ષણિક અને કોચિંગ સેન્ટર, સિનેમા થિયેટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ, માર્કેટયાર્ડ સહિતના બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો