POPની આડમાં દારૂની હેરાફેરી:થરાદ ચેકપોસ્ટ પર ટ્રેલરમાંથી POP પાવડરની સાથે ઈંગ્લીશ દારૂ ઝડપાયો

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સ ની અટકાયત કરી 20 લાખ થી વધુ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે જેમાં મુખ્યત્વે થરાદ ખોડા ચેકપોસ્ટ પર પોલીસ વાહન ચેકીંગ દરમિયાન એક ટ્રકમાંથી તાડપત્રી નીચે પીઓપી પાવડર કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ થરાદ પોલીસે ઝડપી પાડયો છે જેમાં 4908 જેટલી દારૂની બોટલો પોલીસે કબજે કરી બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

રાજસ્થાનમાં થી મોટા પાયે દારૂ ગુજરાત માં ઘુસાડવામાં આવતો હોય છે વાહનો માં અવનવા પ્રયોગો રચી બોર્ડર પરથી દારૂ ની હેરાફેરી કરવામાં આવતી હોય છે પોલીસ દ્વારા ઝડપી પાડવા આવતા હોય છે ત્યારે થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકાવી તલાસી લેતાં તેમાંથી પી.ઓ.પી કટ્ટાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી ટ્રકમાંથી 265 જેટલી વિદેશી દારૂ પેટી જે કુલ બોટલ 4908 જેની કિંમત 10,46,940 ટ્રક સહિત ટોટલ 20,57,240 મુદ્દામાલ કબજે કરી બે શખ્સ ની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...