તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાલનપુર એઆરટી સેન્ટરના કર્મચારીઓએ પગાર મુદ્દે કાળા કપડાં પહેરી વિરોધ નોધાવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર એ. આર. ટી. સેન્ટરના કર્મચારીઓને પગારમાં અન્યાય થતાં કાળા કપડાં પહેરી વિરોધ નોધાવ્યો હતો. તસ્વીર: ભાસ્કર - Divya Bhaskar
પાલનપુર એ. આર. ટી. સેન્ટરના કર્મચારીઓને પગારમાં અન્યાય થતાં કાળા કપડાં પહેરી વિરોધ નોધાવ્યો હતો. તસ્વીર: ભાસ્કર
  • એઇડસ કંટ્રોલ ઓર્ગે.ની ગાઇડલાઇન મુજબ કોન્ટ્રાકટમાં સમાવવા માંગ

પાલનપુર સિવિલ હોસ્પિટલના એ. આર. ટી. સેન્ટરમાં ફરજ બજાવતાં કર્મચારીઓને પગાર તેમજ કોન્ટ્રાકટ પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવતાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. જેમણે કાળા કપડાં પહેરી તેનો વિરોધ દર્શાવ્યો હતો.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એ. આર. ટી. સેન્ટરના કર્મચારીઓએ કોરોના સમયે જીવ જોખમમાં મુકી ફરજ બજાવી હતી. જોકે, તેમની વડી કચેરી ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. આ અંગે નરેશભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, વર્ષ 2017માં કોર્ટના હુકમ મુજબ અમારો કોન્ટ્રાકટ સળંગ કરવામાં આવ્યો છે. અને તે પ્રમાણે પગાર ચૂકવવામાં આવતો હતો. જોકે, કંટ્રોલ સોસાયટી દ્વારા અલગ નિતી નિયમો બનાવી છેલ્લા બે મહિનાથી તમામ કર્મચારીઓનો પગાર અટકાવવામાં આવ્યો છે. અને નેશનલ પોલીસી પ્રમાણે કોન્ટ્રાકટ કરેલ નથી. જેના વિરોધમાં કર્મચારીઓએ કાળા કપડાં પહેરી ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...