ગંદકી:પાલનપુરના ઢુંઢીયાવાડીમાં ભૂગર્ભ ગટરની નવી પાઈનમાં જોડાણ કરાતાં ગંદકીનું સામ્રાજ્ય

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીએ કહ્યું: આકેસણમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં બને ત્યાં સુધી પ્રશ્ન નહીં ઉકેલાય

પાલનપુર શહેરમાં ખુલ્લી ગટરો બંધ કરીને કેટલાક લોકોએ ભૂગર્ભ ગટરની નવી પાઇપ લાઇનની અંદર જ જોડાણ આપી દેતા મુશ્કેલી સર્જાઈ છે ઢુંઢીયાવાડી વિસ્તારમાં કેટલાક રહીશોએ જોડાણ કરી લેતા ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે. શહેરમાં ભૂગર્ભગટર યોજનાનું કામ કરતી એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પાઇપ લાઇન નાખવાની સાથે સાથે પંપીંગ સ્ટેશન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે તેવામાં નવી પાઈપ લાઈનમાં કનેક્શન જોડવા અયોગ્ય છે.

જ્યાં સુધી સમગ્ર પાઇપલાઇન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગટરના જોડાણ આમાં આપી શકાય નહીં. પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગર જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની પાઈપ લાઈનનું કામ ચાલી રહ્યું છે પરંતુ તે અંગેની કોઈ વિગતો ન મળતાં અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એજન્સી સંદર્ભે ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...