ફરિયાદ:ધાણધા દૂધ ઉત્પાદક મંડળીના તત્કાલિન મંત્રી દ્વારા રૂપિયા 4.28 લાખની ઉચાપત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓડીટ દરમિયાન કૌભાંડ બહાર આવતાં ડેરીના ચેરમેને ફરિયાદ નોંધાવી

પાલનપુરની ધાણધા દૂધ ઉત્પાદક મંડળીના તત્કાલિન મંત્રીએ તેમની ફરજ દરમિયાન ડેરીની વિવિધ સામગ્રીના વેચાણની રકમ રૂપિયા 4.28 લાખ પોતાના અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કરી હતી. જે ઓડીટ દરમિયાન બહાર આવતાં ડેરીના ચેરમેને તેમની સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર તાલુકાની ધાણધા દૂધ ઉત્પાદક મંડળીના તત્કાલિન મંત્રી ગીરીશભાઇ વાલુભાઇ ઉપલાણા તેમની ફરજ દરમિયાન રૂપિયા 3,78,238ની કાયમી અને રૂપિયા 50,738ની હંગામી નાણાંકીય ઉચાપત કરી હતી. ઓડિટ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ તત્કાલિન મંત્રીએ વિઝીટ ફી રૂપિયા 17,720, મિલ્કીંગ મશીનના રૂપિયા 2,64,500, સભાસદ સેમ્પલ ચૂકવણીના રૂપિયા 15884, સપે. વિઝિટના રૂપિયા 7210, લોનના રૂપિયા 5280, અમુલ પાર્લર વેચાણના રૂપિયા 47480 સહીતના નાણાં રોજમેળમાં જમા લઇ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી ઉચાપત કરી હતી. આ અંગે ડેરીના ચેરમેન ભીખાભાઇ શામળભાઇ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મંત્રી સતત ગેરહાજર રહેતાં હોઈ રાજીનામુ આપ્યું
તત્કાલિન મંત્રી ગીરીશભાઇ વાલુભાઇ ઉપલાણા સતત ગેર હાજર રહેતા હોઇ પોતાનું રાજીનામું આપ્યું હતુ. જોકે, ચાર્જ છોડતાં પહેલા કમિટીએ તેણે કરેલી ઉચાપતના નાણાં જમા કરાવવા માટે નોટિસો આપી હતી. ટેલીફોનિક જાણ કરી હતી. જોકે નાણાં જમા ન કરાવતાં તેની સામે ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...