તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કની ત્રણ બેઠકો માટે 25 વર્ષ બાદ ચૂંટણી યોજાઇ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 પ્રતિનિધિ પૈકી 22 પ્રતિનિધિ બિનહરીફ ચૂંટાયા હતા

પાલનપુર આબુ હાઇવે સ્થિત આવેલી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં 25 પ્રતિનિધિ પૈકી 22 પ્રતિનિધિ બિન હરીફ ચૂંટાયા હતા. જ્યારે શનિવારે 3 પ્રતિનિધિ સામે 6 ઉમેદવારો વચ્ચે 25 વર્ષ બાદ પ્રથમ વાર ચૂંટણી યોજાઈ હતી. પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની 25 વર્ષથી બિનહરીફ ચૂંટણી થતી હતી. આ વર્ષે કુલ 25 પ્રતિનિધી પૈકી 22 પ્રતિનિધિ બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે 3 પ્રતિનિધિઓ માટે 25 વર્ષ બાદ પ્રથમવાર આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પાલનપુર શાખાની જીલ્લા પ્રતિનિધી માટેની ચૂંટણી પ્રક્રિયા પાલનપુર હાઈવે બ્રાન્ચ ખાતે ચુંટણી અધિકારી બિરેનભાઈ જોષી અને પાલનપુર તાલુકા ચૂંટણી અધિકારી હિતેશભાઈ જોષીની દેખરેખ હેઠળ શનિવારે યોજાઇ હતી. જેમાં પાલનપુર શાખાના 3 જીલ્લા પ્રતિનિધી માટે 6 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. ત્યારે તાલુકાનાં 3400 જેટલા મતદારો આ ચૂંટણી માટે મતદાન કર્યું હતું. મતગણતરી મોડી સાંજ સુધી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો