તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટા ચૂંટણી જાહેર:થરા પાલિકાની 3 ઓક્ટોબરે ચૂંટણી, 5મીએ પરિણામ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરા પાલિકાના એક વોર્ડ, દાંતાના દલપુરા,જીતપુર,કુંભારીયા અને મડાણા(ગઢ) તા.પં. સીટની પેટા ચૂંટણી જાહેર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે સાથે થરા નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. જ્યારે 5મીએ પરિણામ જાહેર થશે. બનાસકાંઠામાં થરા ઉપરાંત ધાનેરા નગરપાલિકાના વોર્ડનં4નીએક બેઠક, દાંતાના દલપુરા,જીતપુર, કુંભારીયા અને પાલનપુરના મડાણા(ગઢ) તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ ઘટતા ચૂંટણીની તારીખ સોમવારે જાહેર થઈ હતી. 3 ઓક્ટોબરે થરા પાલિકા માટે ચૂંટણીમા મતદાન થશે. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે આ અંગેની જાહેરાત કરી હતી. નગરપાલિકાના 6 વોર્ડ માટે ચૂંટણીનો કાર્યક્રમ સોમવારે જાહેર થતા થરામાં બન્ને પક્ષો માં ચહલ પહલ મચી છે.

ગત ટર્મમાં બન્ને પક્ષોની સરખી બહુમતી રહેતા ચીઠી ઉછાળી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરાતા તેમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી અને અઢી વર્ષ શાસન કર્યું હતું અને અઢી વર્ષ બાદ ભાજપે કોંગ્રેસના ત્રણ સભ્યો તોડી સત્તા મેળવી હતી. થરાની ચૂંટણીમાં ઠાકોર દરબાર અને ઈતર કોમના ઉમેદવારો પર ચૂંટણીનો મદાર રહેલો છે હાલ કોંગ્રસના 10 અને ભાજપના 14 એમ કુલ 6 વોર્ડમાં 24 સભ્યો નું સંખ્યા બળ છે.

ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખઃ 6 સપ્ટેમ્બર,જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખઃ 13 સપ્ટેમ્બર,ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ 18 સપ્ટેમ્બર,ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર,ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખઃ 21 સપ્ટેમ્બર,મતદાન તારીખઃ 3 ઓક્ટોબર,પુનઃમતદાનની તારીખ જો જરૂર પડી તોઃ 4 ઓક્ટોબર,મતગણતરી તારીખઃ 5 ઓક્ટોબર, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખઃ 8 ઓક્ટોબર

અન્ય સમાચારો પણ છે...