તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લાખણી APMCના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી રદ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં સહેલગાહે ગયેલો સભ્ય ઘરે જવાની જીદ કરતા ચૂંટણી રદ કરાઈ હોવાનું ચર્ચાસ્પદ

લાખણી એપીએમસીમાં મંગળવારે ચૂંટણી યોજાવાની હતી. થોડા દિવસ અગાઉ જ એક જૂથના સભ્યો સલેહગાહે ઉપડ્યા હતા જેમાંથી એક સભ્યે ઘરે જવાની જીદ કરતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઇ પટેલ પ્રેરિત પેનલ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ઉભા હતા જેમાં 17 ડિરેક્ટરની ચૂંટણી અચાનક મુલત્વી રાખવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું.

હાલમાં ચેરમેન તરીકે બાબુભાઈ પાનકુટા અને વાઇસ ચેરમેન તરીકે તેજાભાઈ ભૂરિયા છે જ્યારે હવે ચૂંટણી માટે પેનલ પડી ગઈ છે. બહુમતી સભ્યો સહેલગાહે ઉપડી ગયા હતા. જેમાં એક સભ્ય ઘરે જવાની જીદ કરતા ચૂંટણી રદ્દ કરાવવામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.જિલ્લા રજીસ્ટાર કચેરીને પૂછતાં અનિવાર્ય સંજોગોના લીધે ચૂંટણી રદ કરાઈ હોવાનું જાહેર કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...