તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટયાર્ડની ચૂંટણી:બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, ભૂરા પટેલનો દબદબો યથાવત

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેરમેન તરીકે ભૂરા પટેલ પૂન: વિજેતા જાહેર
 • વાઇસ ચેરમેન તરીકે માનસિંહ વાઘેલાને બિનહરીફ જાહેર કરાયા

બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં આજે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અગાઉ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભૂરા પટેલની વિકાસ પેનલનો વિજય થયો હતો. જ્યારે આ વખતે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે વિકાસ પેનલના ભૂરા પટેલની સામે દજા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ભૂરા પટેલને 15 મત મળતા તે ફરી સત્તારૂઢ થયા છે.

આજે યોજાયેલી ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ગજા પટેલને માત્ર ચાર મત મળ્યા હતા, જ્યારે ભૂરા પટેલને 15 મત મળતા તે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે માનસિંહ વાઘેલાને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેનનો દબદબો યથાવત રહેતા તે ફરી સત્તારૂઢ થયા છે. નવનિયુક્ત ચેરમેન ભૂરા પટેલે ખેડૂતોના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો