આજથી આચારસંહિત અમલી:જિલ્લાની 653 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી આચારસંહિત અમલી, પંચાયતોની પાંચ વર્ષની મુદ્દત ડિસેમ્બરમાં પુરી થાય છે

ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદ્દત ડિસેમ્બરમાં પુરી થતાં સોમવારે નવિન ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. જેમાં બનાસકાંઠાની 653 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં ગ્રામિણ વિસ્તારમાં ભર શિયાળે રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.આજથી આચાર સંહિતા અમલી બનશે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમમાં એક માસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 653 ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત પુરી થતાં તંત્ર દ્વારા આ ગ્રામ પંચાયતોમાં પણ સરપંચ અને સદસ્યોની ચૂંટણી યોજાશે. જેને લઇ ગ્રામિણ વિસ્તારોમાં ભર શિયાળે રાજકીય ગરમી પ્રસરી છે. ગામડાઓમાં સરપંચ અને સદસ્યો ચૂંટણી જાહેર થવાની કાગના ડોળે રાહ જોઇ રહ્યા હતા.

હવે ચૂંટણી જાહેર થતાં ગ્રામ પંચાયત કબ્જે કરવા માટે સામ, દામ, દંડ અને ભેદની નિતિ અપનાવી એડી ચોટીનું જોર લગાવવા સહિત મતદારોને રીઝવવા માટે નીત નવા નુખ્સા અપનાવવામાં આવશે. તો કેટલાક ગામડાઓમાં ગ્રામ પંચાયત સમરસ બને તે માટે પણ ગ્રામજનો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

ચૂંટણીનો કાર્યક્રમ
1. ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 29-11-2021
2. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4-12-2021
3. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ 6-12-2021
4. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 7-12-2021
5. મતદાનની તારીખ તથા સમય 29-12-2021ને રવિવાર સવારે 7-00 થી સાંજે 6-00 સુધી મતદાન યોજાશે
6. પુન: મતદાનની તારીખ (જરૂર જણાય તો) તારીખ 20-12-2021
7. મતગણતરીની તારીખ 21-12-2021
8. ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તારીખ 24-12-2021

અન્ય સમાચારો પણ છે...