તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન:બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાર્ડના 16 ડિરેકટરો માટે આજે ચૂંટણી યોજાઈ, આવતીકાલે મત ગણતરી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ પ્રેરિત 3 પેનલોના 39 ઉમનેદવારો મેદાનમાં
  • વહેલી સવારથઈ જ ખેડૂતો મતદાન કરવા માટે પહોંચ્યા

બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાડના 16 ડિરેકટરો માટેની આજે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપ પ્રેરિત 3 પેનલોના 39 ઉમેદવારો મેદાનમાં છે જેને લઈને વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે આજે મતદાન પૂરું થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે .

ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાડની આજે 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગના 27 ,વેપારી વિભાગના 8 અને ખરીદ વેચાણ વિભાગના 4 ઉમેદવારો મળી કુલ 39 ઉમેદવારો મેદાને છે. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદીએ પોતાની પેનલ સાથે ઝંપલાવ્યું છે તો બીજી તરફ માર્કેટયાડના વર્તમાન ચેરમેન સવસિંભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલ પણ પોતાની પેનલો સાથે ચૂંટણી મેદાને ઉતર્યા છે જેને લઈને ત્રી-પાંખીયો જંગ મંડાયો છે.

અન્ય સમાચારો પણ છે...