તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાલનપુરમાં બે સ્થળોએ જુગાર રમતાં આઠ ઝડપાયા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગાર સ્થળેથી રૂ. 1840નો મુદ્દામાલ કબ્જે લીધો

પાલનપુરમાં ઓવરબ્રીજ તેમજ મોટી બજાર વિસ્તારમાંથી જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 1840નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં ઓવરબ્રીજ નીચે ઝુંપડપટ્ટી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો.

જ્યાં જુગાર રમતાં ઢુંઢીયાવાડી વિસ્તારના અર્જુનભાઇ ભીખાભાઇ બજાણીયા, અનીલભાઇ ભીખાભાઇ બજાણીયા, શીવાભાઇ રાજુભાઇ બજાણીયા, અજયભાઇ બજાણીયાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 560નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. જ્યારે મોટી બજાર વિસ્તારમાં હાઇસ્કુલની બાજુમાં ટાવર પાસે જુગાર રમતાં મહંમદનુર નિઝામુદ્દીન નાગોરી, ઇમરાનભાઇ નુરમહંમદ નાગોરી, ફિરોજખાન હૈદરખાન નાગોરી, જેતુલ આબેદીન યુસુફખાન નાગોરીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 1280નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser