તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણકાર્ય શરૂ:બનાસકાંઠામાં ધો-6થી8નું શિક્ષણ કાર્ય શરૂ, પ્રથમ દિવસે 36.54 ટકા હાજરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યાંક તાળીઓ પાડી ક્યાંક ટેમ્પરેચર માપી તો ક્યાંક કુમકુમ તિલકથી બાળકોનું સ્વાગત

સરકારની સુચના બાદ ગુરુવારથી ફરી શાળાઓના ક્લાસરૂમમાં બાળકોનો કલરવ શરૂ થયો છે. જિલ્લાની સરકારી શાળાઓમાં પ્રથમદિવસે 36.54 ટકા હાજરી નોંધાઇ હતી. કેટલીક શાળાઓમાં શિક્ષણકાર્ય વહેલી સવારથી જ શરૂ કર્યું હતું. જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 11:00થી શાળાઓની શરૂઆત થઇ હતી જિલ્લામાં ક્યાંક તાળીઓ પાડી ક્યાંક ટેમ્પરેચર માપી તો ક્યાંક કુમકુમ તિલકથી બાળકોન સ્વાગત કરાયું હતું. મહિનાઓ બાદ શાળાઓ શરૂ થતાં બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં શહેરો કરતા ગામડાઓમાં બાળકોની સંખ્યા વધુ જોવા મળી હતી. પાલનપુર શહેરની ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ટેમ્પરેચર ગનથી તાપમાન ચકાસ્યા બાદ કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ અપાયો હતો. એક બેંચ પર એક વિદ્યાર્થી બેસે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી. બેચરપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં 140 બાળકો પૈકી માત્ર 40 બાળકો હાજર રહ્યા હતા. જે પૈકીના બાળકોને મુકવા માટે આવેલા વાલીઓની સહમતી પત્રક ઉપર સહી લેવામાં આવી હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે " જિલ્લામાં આવેલી સરકારી 2327 શાળાઓમાં 1,55,129 બાળકો અભ્યાસ માટે પ્રવેશ મેળવેલ છે જે પૈકી પ્રથમ દિવસે 56,683 (36.54%) બાળકો હાજર હતા.

હાજર છાત્રોની ટકાવારી
અમીરગઢ28.74
ભાભર28.82
દાંતા31.76
દાંતીવાડા39.18
ડીસા37.55
દિયોદર37.96
ધાનેરા42.56
કાંકરેજ29.06
લાખણી41.46
પાલનપુર39.75
સુઈગામ30.29
થરાદ33.42
વડગામ44
વાવ42.72
અન્ય સમાચારો પણ છે...