તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરીક્ષણ:વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાલનપુરની મુલાકાત લીધી

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના કલેક્ટર સહિત અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ મોરિયા ખાતે કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી
 • મોરિયા હેલ્થ સેન્ટરમાં ઓક્સિનની લાઇન સાથેના 150 બેડ તૈયાર કરાયા: શંકર ચૌધરી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓનો મોટાભાગે ઘસારો જોવા મળે છે અને તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઈ છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા જેમાં જિલ્લાના કલેક્ટર સહિત અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જિલ્લાના બનાસ મેડિકલ હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવેલી પાલનપુરના મોરિયા ખાતે કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાનાં મોટા ભાગના ગામો શહેરો સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે મારું ગામ કોરોના મુક્ત કાર્યક્રમ બાદ શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાલનપુર નજીક મોરીયા ખાતે તૈયાર કરવામાં આવેલ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મંત્રીને મોરીયા કોવિડ હેલ્થ સેન્ટર વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ હેલ્થ સેન્ટરમાં ઓક્શિજનની લાઇન સાથેના 150 બેડ, આઇ.સી.યુ. બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને ર્ડાકટરો તથા સ્ટાફ નર્સની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળે તો કોરોના સંક્રમિત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાય તેમ છે

શિક્ષણ મંત્રીની મુલાકાત દરમિયાન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા , ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો