તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંચકો:બનાસકાંઠાના સરહદી વિસ્તારોમા ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારક તસવીર - Divya Bhaskar
પ્રતિકારક તસવીર
  • બાડમેર નજીક 3.8 તીવ્રતાનો આંચકો અનુભવાયો, ધરતી ધ્રુજતા લોકોમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાવથી 84 કિલોમીટર દૂર રાજસ્થાનના બાડમેરમાં એ.પી સેન્ટર બન્યું હતું અને 3.8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આજે ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો આવતાં તેની સીધી અસર બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જેમાં વાવથી 84 કિલોમીટર દૂર આવેલા રાજસ્થાનુ બાડમેર ભૂકંપનું એ.પી સેન્ટર બન્યું હતું. રાજસ્થાનમાં આવેલા ભૂકંપના આંચકાથી બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજતી હતી જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આ અંગે બનાસકાંઠા ડિઝાસ્ટર અધિકારી સંજય ભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં 11.15 કલાકે સરહદી વિસ્તારના તાલુકાઓમાં આંશિક ભુકંપના આંચકા અનુભવાયા છે. અમારા દ્વારા ISR ગાંધીનગર તપાસ કરાતા રાજસ્થાનના બાડમેર તાલુકામાં 3.8નો આંચકો અનુભવાયો છે. આ બાબતે ધાનેરા અને વાવ મામલતદાર સાથે વાત કરતા કોઈપણ નુકશાન ન થયાનુ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...