રજૂઆત:બનાસકાંઠામાં ઈ-ગ્રામ ઓપરેટર 12 વર્ષથી પગારથી વંચિત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PPP મોડલ કરાર બંધ કરી મહેકમ ઊભું કરવા રજૂઆત
  • માંગ ન સંતોષાય તો 21મીએ ગાંધીનગરમાં ભૂખ હડતાળની ચીમકી

બનાસકાંઠા જિલ્લા vce મંડળ દ્વારા ડીડીઓને લેખિત રજુઆત કરી પડતર માંગણીઓ પુરી કરવા માંગ કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં કાર્યરત ઈ-ગ્રામ સેવા આપતા VCE છેલ્લા 12 વર્ષથી ખેડૂતો અને ગ્રામજનોને 7/12, 8અના ઉતારા, લાઈટબીલ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, શ્રમિક કાર્ડ, આવક જાતિના દાખલા, ખેડૂત પોર્ટલ દ્વારા ખેતી વિષયક યોજનાઓ તેમજ ગ્રામ પંચાયતને લગતી તમામ સેવાઓ આપે છે.

આ તમામ યોજનાઓ અને તમામ ડિજિટલ સેવાઓના વળતર રૂપે vceને માસિક વેતન અપાતું નથી પરંતુ સેવા આપી અરજદાર પાસેથી તેની નિયત ફી વસુલે છે અને સરકારી કરાર મુજબ PPP મોડલ હેઠળ કામ કરવું પડે તો આ PPP મોડલ કરાર બંધ કરી માસિક મહેનતાણું નક્કી કરવા તેમજ જિલ્લા માં VCE માટેનું મહેકમ ઉભું કરવા રજુઆત કરી હતી. જિલ્લા VCE મંડળ પ્રમુખ રામસિંહ સોલંકીએ જણાવ્યું કે 20 ઓક્ટો. સુધી માંગો નહીં સંતોષાય તો 21 ઓક્ટો.એ રાજ્ય VCE મંડળના આદેશyl ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 8000 કરતાં પણ વધુ VCE ભૂખ હડતાળ પર જવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...