કાર્યવાહી:સુઇગામના કુંભારખા ગામમાંથી વન્યજીવોનો શિકાર કરતી ડફેર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુઇગામના કુંભારખા ગામમાંથી એસઓજીની ટીમે રવિવારે વન્ય જીવોનો શિકાર કરતી ડફેર ગેંગને હથિયારો સાથે દબોચ્યા હતા. - Divya Bhaskar
સુઇગામના કુંભારખા ગામમાંથી એસઓજીની ટીમે રવિવારે વન્ય જીવોનો શિકાર કરતી ડફેર ગેંગને હથિયારો સાથે દબોચ્યા હતા.
  • દેશી બનાવટની બંદૂક, છરી સાથે છ ડફેરને એસઓજીએ દબોચ્યા

સુઇગામ તાલુકાના કુંભારખા ગામમાંથી એસઓજી પોલીસે વન્ય પશુઓનો શિકાર કરતી ડફેર ગેંગના છ શખસોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી દેશી બનાવટની બેનાળી બંદુક, ગાડી, બાઇકો અને મોબાઈલ સહિત રૂ.2.6 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

એસઓજીની ટીમ રવિવારે સુઇગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સદામહુસેન જાનમહંમદ સિપાઈ (રહે.કોરડા,તા.સાંતલપુર, જી.પાટણ) તેની ગેંગ સાથે સુઇગામ વિસ્તારના કુંભારખા વિસ્તારમાં પોતાની પાસેની પરમીટ વગરની દેશી બનાવટની બંદૂક લઇ વન્ય પ્રાણીઓના શિકાર માટે નીકળેલો છે તેવી બાતમીના આધારે સુઇગામના કુંભારખા ગામની સીમમાં રેડ કરી સદામહુસેન તથા તેના અન્ય પાંચ સાગરીત મોહંમદવસીમ અહેજાન કુરેશી (રહે.મીરજાપુર-અમદાવાદ), મહંમદ સાબિર કુરેશી (રહે.મીરજાપુર-અમદાવાદ), સુનિલ મનુભાઈ રાણા (રહે.ફુલપુર, તા.સાંતલપુર,જી.પાટણ), બાબાભાઈ દિલુભા મલેક (રહે.ઉચોસન, તા.સુઈગામ) અને સિકંદર રસુલભાઈ ઝુનેજા (રહે.ફૂલપુરા,તા.સાંતલપુર,જી.પાટણ) ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી સેન્ટ્રો ગાડી, બે બાઇક, વગર પાસ પરમીટની દેશી હાથ બનાવટની બે નાળી બંદુક અને મોબાઇલ સાથે કુલ રૂ.2,06,850 ના મુદ્દામાલ જપ્ત કરી છ વિરૂદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ગૂનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...