તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય તંત્ર પણ એક્શનમાં:પાલનપુરમાં પોરા દેખાતાં 36 દુકાન માલિકો પાસેથી 27,700 દંડ લેવાયો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ડેન્ગ્યુ જેવી બીમારીએ માથું ઊંચક્યું હતું. ત્યારે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે આરોગ્યની ટીમ ત્રાટકી હતી
  • આરોગ્ય અને નગરપાલિકાની ટીમે 66 જગ્યાએ તપાસ કરી
  • હોટલો, ટાયરની અને ભંગારની દુકાનો પર તપાસ, 66ને નોટિસ અપાઈ

પાલનપુર હાઇવે વિસ્તારમાં સોમવારે પાલિકા તેમજ આરોગ્યની બે ટીમોએ અલગ-અલગ 66 જગ્યાએ તપાસ હાથ ધરી હતી. પાલનપુર નગરપાલિકાના 4 કર્મચારીઓ તેમજ આરોગ્યની ટીમના 10 કર્માચારીઓ દ્વારા સોમવારે પાલનપુર શહેરની અલગ-અલગ 66 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં 37 હોટલો, 18 ટાયરની દુકાનો, 5 ભંગારની દુકાનો તેમજ અન્ય જગ્યા મળી કુલ 66 જગ્યાએ તપાસ કરવામાં આવી હતી.

જ્યાં તપાસ કરતા 322 જગ્યાએ હોટલના પાત્રો, ભંગાર તેમજ ટાયરની દુકાનોમાં પાણી ભરેલ 17 જેટલી જગ્યાએ પાણીમાં પોરા જોવા મળ્યા હતા. જેથી પાલિકા અને આરોગ્યની ટીમે 56 માલિકોને નોટિસ આપવામાં આવી હતી. જ્યાં 36 માલિકોને દંડ કરી રૂ.27,700 નો દંડ વસુલાયો હતો.

અગાઉના બે વર્ષોના અંદર રોગ ચાળાનો વ્યાપ વધેલો એમાં ડેન્ગ્યુના કેસોમાં ઉછાળો આવેલો સંભવિત આવર્ષે પણ વરસાદ પડે અને રોગ ચાળો ફેલાઈ નહીં. તેમાટે આગોતરા આયોજન માટે જે ભંગારની દુકાનો છે. ટાયરોની દુકાનો છે હોસ્પિટલ,હોટલો હોઈ મોટા જથ્થામાં જોવા મળતા હોય છે. એનો નિકાલ ન થવાના લીધે એજ મચ્છરો ઉડીને નજીકની સોસાયટીમાં જતા હોય છે. જ્યારે કોઇ રોગચાળા ગ્રસ્ત દર્દીને કરડે ત્યારે એનો રોગચાળા વિકરાળ સ્વરૂપ ધારણ કરતો હોય છે. એ ના થાય એના ભાગ સ્વરૂપે આજે અર્બન 1 અર્બન 2 સુપરવાઈઝર અને એમ.પી.એચ.ડબ્લ્યુ તેમજ ચીફ ઓફીસ સાહેબના સ્ટાફ હજાર રાખી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...